________________
સ્તવન વિભાગ
૬ (૩) શ્રી સુવિધિજિન સ્તવન HE
(રાગ-દુઃખ દોહગ દૂર ટળ્યા રે) જ્ઞાની શિર ચૂડામણિજી, જગજીવન જિનચંદ, મળીયો તું પ્રભુ આ સમેજી; ફળીયો સુરતરૂ કંદ; સુવિધિ જિન તુમશું અવિહડ નેહ, જિમ બપૈયા મેહ. સુ૦ ૧ માનું હું મરૂમંડલેજી, પામ્યો સુરતરૂ સાર; ભૂખ્યાને ભોજન ભલું જી, તરસ્યા અમૃત વારિ. સુ૦ ૨ દૂષિત દુષમા કાળમાં જી, પૂરવ પુન્ય પ્રમાણ; તું સાહિબ જો મુજ મિલ્યોજી, પ્રગટ્યો આજ વિહાણ. સુ૦ ૩ સમરણ પણ પ્રભુજી તણું છે, જે કરે તે કૃત પુન્ય; દરિસણ જે આ અવસરેજી, પામે તે ધન્ય ધન્ય. સુ૦ ૪ જગજીવન જગવાલહોજી, ભેટ્યો તું સસનેહ; ધન્ય દિવસ ધન્ય આ ઘડી જી, ધન મુજ વેળા એહ. સું) ૫ આજ ભલી જાગી દિશા જી, ભાગી ભાવડ દૂર; પામ્યો વાંછિત કામના જી, પ્રગટ્યો સહજ સબૂર. સુ૦ ૬. અંગીકૃત નિજ દાસનીજી, આશા પુરો દેવ, નયવિજય કહે તો સહીજી, સુગુણ સાહિબની સેવ. સુ) ૭
5 (૪) શ્રી સુવિધિનાથ સ્તવન ક
(રાગ - સ્વામી તમે કાંઈ કામણ કીધું) સુવિધિ નિણંદ મુજને દરિસણ, ઘોને દિલ બરી દિલથી, મારા સામું જુવો ને, હસી તારા ચિત્તોની વાત; મને તે કહોને પ્રીતની, રીતમાં શું તો વહો ને. ૧ અંતર ચિત્તની વાર્તા રે, પ્રભુ કહું તે ચિત્ત ધરોને; પ્રીત પ્રતિત જીમ ઉપજે રે, તિમ અવિહડ પ્રીત કરોને. ૨ સુંદર તુમ મુખ મટકે રે, લોભાવ્યા તે પ્રભુ અમને; મુજ મન મળવા અતિ ઘણું રે, ક્ષણ ક્ષણ ચાહે તુજને. ૩
૧૧૫૭