SearchBrowseAboutContactDonate
Page Preview
Page 187
Loading...
Download File
Download File
Page Text
________________ અહિંદ-ગુણ-વારિધિ-નરેન્દ્ર-નૌકા લોકોત્તરથી જોગની મુદ્રા વ્હાલા મારા, નિરુપમ આસન સોહે, સરસ રચિત શુક્લધ્યાનની ધારે, સુરનરના મન મોહે રે. લાગે મુને મીઠી રે૦ ૧ ત્રિગડે રતન સિંહાસન બેસી, વાવ ચિહું દિસે ચામર ઢલાવે; અરિહંત પદ પ્રભુતાનો, ભોગી, તો પણ જોગી કહાવે રે. લાગે મુને મીઠી રે૦ ૨ અમૃત ઝરણી મીઠી તુજ વાણી, વાળ જેમ આષાઢો ગાજે; કાન મારગ થઈ હિયડે પેસી, સંદેહ મનના ભાંજે રે. લાગે મુને મીઠી રે૦ ૩ કોડિગમે ઉભા દરબારે, વા૦ જયમંગલ સુર બોલે; ત્રણ ભુવનની રિદ્ધિ તુજ આગે, દીસે ઈમ તૃણ તોલે રે. લાગે મુને મીઠી રે૦ ૪ ભેદ લહું નહીં જુગ જુગતિનો, વાવ સુવિધિ નિણંદ બતાવો; પ્રેમશું કાન્તિ કહે કરી કરુણા, મુજ મન મંદિરે આવો રે. લાગે મુને મીઠી રે૦ ૫ SF (૨) શ્રી સુવિધિનાથ જિન સ્તવન ક મેં કીનો નહિ, તો બિન ઓર શું રાગ (૨) દિન દિન વાન ચઢત ગુણ તેરો, ક્યું કંચન પર ભાગ; ઔરન મેં હૈ કષાયકી કાલિમા, સો ક્યું સેવા લાગ? મેં૦ ૧ રાજહંસ તું માનસરોવર, ઔર અશુચિ રુચિ કાગ; વિષય ભુજંગમ ગરુડ તું કહિયે, ઔર વિષય વિષનાગ. મેં૦ ૨ ઔર દેવ જલછિલ્લર સરિખે, તું તો સમુદ્ર અથાગ; તું સુરતરુ-જગવાંછિત-પૂરન, ઔર તો સૂકે સાગ. મેં૦ ૩ તું પુરુષોત્તમ સુંહિ નિરંજન, તું શંકર વડભાગ; તું બ્રહ્મા તું બુદ્ધ-મહાબલ, તુંહિ દેવ વીતરાગ. મેં૦ ૪ સુવિધિનાથ તુજ ગુણ ફૂલનકો, મેરો દિલ હે બાગ જસ કહે ભ્રમર રસિક હોઈ તામેં, લીજે ભક્તિ પરાગ. મેં૦ ૫ ૧૫૬
SR No.032082
Book TitleNarendra Nauka
Original Sutra AuthorN/A
AuthorVidyutprabhashreeji
PublisherSuthari Jain Sangh
Publication Year1996
Total Pages642
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy