SearchBrowseAboutContactDonate
Page Preview
Page 186
Loading...
Download File
Download File
Page Text
________________ સ્તવન વિભાગ હારે મારે લખગુણદાયક લખમણા રાણી નંદ જો, ચરણ સરોરુહ સેવા મેવા સારખી રે લો; હાંરે મારે પંડિત શ્રી ગુરુ ક્ષમાવિજય સુપસાય જો, મુનિ જિન જંપે જગમાં જોતા પારખી રે લો. = (૫) શ્રી ચંદ્રપ્રભુસ્વામીનું સ્તવન . (રાગ-શી કહું કથની મારી) ચંદ્ર પ્રભુ મને તારો, રાજ ચંદ્ર પ્રભુ મને તારો; ખરો આશરો એક તમારો રાજ, ચંદ્રપ્રભુ મને તારો; નરક નિગોદાદિક ભવ ભમિયો, છેદન ભેદન ખમીયો; પરવશમાં પણ કર્મે દમિયો, કાળ અનંત નિર્ગમિયો. રાજ ચંદ્ર૦ ૧. ભાગ્ય ઉદયથી નરભવ પામ્યો, વિષયાતુર થઈ ફરીયો; પુણ્ય પાપની ખબર પડે નહિ, પાપનો પોટલો ભરીયો. રાજ ચંદ્ર૦ ૨. રાત દિવસ ધન કારણ રડીયો, જ્યાં ત્યાં અતિ આથડીયો; રતિ ભર જેટલું ધન નવ મળીયું, નિવિડ વિઘન ઘન નડીયો. રાજ ચંદ્ર૦ ૩. ભાન પોતાનું હું પ્રભુ ભૂલ્યો, ફોગટ ગુણ વિણ ફુલ્યો; જન્મ અનંતા ગર્ભે ઝુલ્યો, દુઃખ દરિઆમાં ડૂળ્યો. રાજ ચંદ્ર) ૪. દાન સુપાત્રે મેં નવી દીધું, શીયળ ન પાળ્યું સિધુ કિંચિત્ તપ પણ મેં નવી કીધું, ભાવ પિયૂષ નવ પીધું રાજ ચંદ્ર) ૫. જાલિમ ક્રોધા નળથી બળીયો, ગર્વ મહો રગ ગળીયો; માયા સાંકળથી સાંકળીયો, લોભ પિશાચે છળીયો. રાજ ચંદ્ર૦ ૬. ક્ષમા નિધિ તુજ ચરણ કમળમાં, આજે અંતર જામી; નિરાશ્રય થઈ અર્જ કરું છું, શરણ પડ્યો છું સ્વામી. રાજ ચંદ્ર૦ ૭. દીન દયાળ દયા દિલધારી, દારિદ્ર દુઃખ વિદારી, સૂરિનીતિનો ઉદય કરીને, લેજો ભવથી ઉગારી. રાજ ચંદ્ર૦ ૮. F (૧) શ્રી સુવિધિનાથ જિનનાં સ્તવન * તાહરી અજબશી યોગની મુદ્રા રે, લાગે મને મીઠી રે, એ તો ટાલે મોહની નિદ્રા રે, પ્રત્યક્ષ દીઠી રે; ૧પપ
SR No.032082
Book TitleNarendra Nauka
Original Sutra AuthorN/A
AuthorVidyutprabhashreeji
PublisherSuthari Jain Sangh
Publication Year1996
Total Pages642
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy