SearchBrowseAboutContactDonate
Page Preview
Page 185
Loading...
Download File
Download File
Page Text
________________ અહંદ-ગુણ-વારિધિ-નરેન્દ્ર-નૌકા મુજ પ્રભુ મોહન વેલડી, કરૂણા શું ભરીઓ; પ્રભુતા પૂરી ત્રિભુવને, ગુણમણિનો દરિઓ. ચંદ્રપ્રભ૦ ૪ જિમ જિમ નિરખું નયણે, તિમ તિમ હિયડું હુલસે; એક ઘડીને અંતરે, મુજ મનડું તરસે. ચંદ્રપ્રભુ ૫ સહજ સલુણો સાહિબો, મિલ્યો શિવનો સાથી; સહેજે જીત્યો જગતમેં, પ્રભુની સેવાથી. ચંદ્રપ્રભ૦ ૬ વિમલવિજય ગુરુ શિષ્યનો, શિષ્ય કહે કર જોડી; રામવિજય પ્રભુનામથી, લહે સંપદ કોડી. ચંદ્રપ્રભુ) ૭ E (૪) શ્રી ચંદ્રપ્રભસ્વામીનું સ્તવન . (હરે મારે ઠામ ધરમના સાડા પચવીશ દેશ જો-એ દેશી) હારે મારે ચંદ્રવદન જિન ચંદ્રપ્રભ જગનાથ જો, દીઠો મીઠો ઈક્રો જિનવર આઠમો રે લોલ; હાંરે મારે મનડાનો માનીતો પ્રાણ આધાર જો, જગ સુખદાયક જંગમ સુરશાખી સમોરે લો. ૧ હાંરે મારે શુભ આશય ઉદયાચલ સમકિત સુર જો, વિમલ દશા પૂરવદિશિ ઉગ્યો દીપતો રે લો; હાંરે મારે મૈત્રી મુદિતા કરુણા ને માધ્યસ્થ જો, વિનય વિવેક સુલંછન કમળ વિકાસતો રે લો. હાંરે મારે સદુહણા અનુમોદન પરિમલ પૂર જો, પસર્યો મન માનસ સર અનુભવ વાયરો રે લો; હાંરે મારે ચેતન ચકવા ઉપશમ સરોવર નીર જો, શુભમતિ ચકવી સંગે રંગરમણ કરે રે લો. હાંરે મારે જ્ઞાનપ્રકાશે નયણ ખુલ્યાં મુજ દોય જો, જાણે રે પડદ્રવ્ય સ્વભાવ યથાપણે રે લો; હાંરે મારે જડ ચેતન ભિન્ન ભિન્ન નિત્યાનિત્ય જો, રૂપી અરૂપી આદિ સ્વરૂપ આપાપણે રે લો. ૪ ૦ ૦ જ ૧૫૪
SR No.032082
Book TitleNarendra Nauka
Original Sutra AuthorN/A
AuthorVidyutprabhashreeji
PublisherSuthari Jain Sangh
Publication Year1996
Total Pages642
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy