________________
સ્તવન વિભાગ
તું તો નિરાગી છે, પ્રભુ પણ વાલો મુજ જોર; એક પખી તે પ્રીતડી, જિમ ચંદ્રમા ને ચકોર. મુજ૦ ૪ તુમ સાથે જે પ્રીતડી, અતિ વિષમ ખાંડા ધાર; પણ તેહના આદર થકી, તસ ફળ તણો નહિ પાર. મુજ૦ ૫ અમે ભક્તિયોગે આણશું, મનમંદિરે તુમ આજ; વાચક વિમલના રામ શું, ઘણું રીઝલો મહારાજ. મુજ૦ ૬ = (૨) શ્રી ચંદ્રહ્મભ જિન સ્તવન કર
(જગજીવન જગ૦ રાગ-બાલકો) ચંદ્રપ્રભ ચિત્તમાં વસ્યા, જીવન પ્રાણ આધાર લાલ રે; તુમ વિણ કો દિસે નહિ, ભવિજનને હિતકાર લાલ રે. ૧ નિશદિન સૂતાં જાગતાં, ચિત્ત ધરું તાહરૂં ધ્યાન લાલ રે; રાત દિવસ તલસે બહુ, રસના તુજ ગુણ ગાન લાલ રે. ૨ માહરે તુમ સમ કો નહિ, મુજ સરિખા તુજ લાખ લાલ રે; તો હિ નિજ સેવક ભણી, કાંઈક કરૂણા દાખ લાલ રે. ૩ અંતરજામી તું ખરો, ન ગમે બીજાં નામ લાલ રે; સેવક અવસરે આવિયો, રાખો એહની મામ લાલ રે. ૪ કરૂણાવંત કૃપા કરી, આપો નિજપદ વાસ લાલ રે; ઉદય રત્ન એમ ઉચ્ચરે, દીજે તત્ત્વ સુવાસ લાલ રે. ૫
E (૩) શ્રી ચંદ્રપ્રભ જિન સ્તવન 5
(રાગ-છોટેસે બલમાં મેરે આંગનમેં ગીલ્લી ખેલે) ચંદ્રપ્રભુજીની ચાકરી, મને લાગે મીઠી; જગમાં જોડી જેહની, કિહાં દીસે ન દીઠી. ચંદ્રપ્રભ૦ ૧ પ્રભુજીને ચરણે મારૂં, મનડું લલચાણું, કુણ છે બીજો ઈણે જગે, જિણ જોયે પલટાણું. ચંદ્રપ્રભ૦ ૨ કોડી કરે પણ અવર, કો મુજ હિયડે નાવે; સુરતરુ ફૂલે મોહિઓ, કિમ આક સોહાવે. ચંદ્રપ્રભ૦ ૩
૧૫૩