________________
અહંદ-ગુણ-વારિધિ-નરેન્દ્ર-નૌકા
કરૂણા વિલાસી તુમે અછો, કરૂણાસાગર કૃપાળ; સ0 કરૂણા સરસ સરોવરે, પ્રભુ તુમે છો મરાલ. સ0 પા) ૨ અપરાધિ જો સેવક ઘણો, તો પણ નવિ ઇંડાય; સ0 જિમ વિદ્યુત અગ્નિ સમી, નવિ છેડે મેઘરાય. સ0 પા૦ ૩ તે માટે છાંડતા થકાં, શોભશો કીમ મહારાય; સ0 બાહ્યગ્રહ્યાની લાજ છે, ઘણું શું તમને કહાય. સ0 પાત્ર ૪ તું છેડે પણ નવિ છંડુ, તુજને હું મહારાય; સ0 તુમ ચરણે ભાણ આવીઓ, પ્રેમ વિબુધ સુપસાય. સ0 પાઇ ૫
BE (૪) શ્રી સુપાર્શ્વનાથનું સ્તવન HI
મુજ મન ભમરો પ્રભુ ગુણ ફુલડે, રમણ કરે દિન રાત; સુણજો સ્વામી સુપાસ સોહામણો રે, કર જોડી કહું વાત. ૧. મનડું તે ચાહે રે પ્રભુ મલવા ભણી રે, પણ દીશે છે અંતરાય; જીવ પ્રમાદિ રે કર્મતણે વશ રે, તો કિમ મલવું થાય. મનડું૦ ૨. લાખ ચોરાશી જીવયોનિમાં રે, ભવ અટવી ગતિ ચાર; કાળ અનાદિ અનંત ભમતાં થકાં રે, કિમતિ ન આવે પાર. મનડું૦ ૩. મારગ બતાવો રે સાહેબ માહરા રે, જિમ આવું તુમ પાય; લાજ વધારો રે સેવક જાણીને રે, ઘો દરિસણ મહારાજ. મનડું) ૪. મૂરતિ તાહરી રૂપે રૂઅડી રે, અનુભવ પદ દાતાર; નિત્ય લાભ પ્રભુ શું પ્રેમે વિનવે રે, તુમથી લહું સુખસાર. મનડું) ૫
GE(૧) શ્રી ચંદ્રપ્રભ જિન સ્તવન , મુજ ઘટ આવજો રે નાથ, કરૂણા કટાક્ષે જોઈને દાસને
કરજો સનાથ મુજ૦ ૧ ચંદ્રપ્રભ જિનરાજીયા, તુજ વાસ વિષમો દૂર, મળવા મન અલજો ઘણો, કિમ આવીયે હજાર. મુજ૦ ૨ વિરહવેદના આકરી, કહી પાઠવું કુણ સાથ; પંથી તો આવે નહિ, તે મારગે જગનાથ. મુજ૦ ૩
૧૫૨