________________
અહંદ-ગુણ-વારિધિ-નરેન્દ્ર-નૌકા મોહની ફોજ મોટી રે, જેમાં સર્વે જીવ પડ્યાં; તેની આજ્ઞામાં રહીને રે, અનીતિના માર્ગે ચડ્યાં; નહિ કરવાને લાયક રે, તેવા પણ કર્મો કર્યા તેના ઉદય વિપાકે રે, આંખે બહુ અશ્રુ સર્યા. સુમતિ૨ કોઈ સ્થાન ન મળીયું રે, જ્યાં જીવ શાન્તિ કરે; આધિ વ્યાધિ ઉપાધિ રે, જ્યાં ત્યાં લાગી સર્વ શિરે; નદી પાષાણ જાયે રે, મનુષ્ય પણે હું ભળ્યો રે; તેમાં સુરતરૂ સરીખો રે, અરિહંત દેવ મળ્યો. સુમતિ) ૩ તુજ શાસન પામી રે, વિવેકનાં ચક્ષુ ખૂલ્યાં; દેવ અવર ન યાચું રે, જે ધર્મનો માર્ગ ભૂલ્યા; મેઘ રાજાના નંદન રે, આવ્યો તુમ આશ ઘરી; દીયો દુઃખમાં દીલાસો રે, સેવક પર કરૂણા કરી. સુમતિ) ૪ તુજ તરણ તારણનું રે, બિરૂદ છે નાથ ભલું સુણી આવ્યો હું શરણે રે, કુટુંબ છોડી સઘળ; હવે આશરો હારો રે, લીધો છે મેં હિંમતથી: નહિ કરશો નિરાશી રે, કાઢો દુઃખ દરીયાથી. સુમતિ) ૫ દાતા અક્ષય સુખના રે, મહા ઉપકારી પ્રભુ ગુન્હા બક્ષજો મ્હારા રે, કૃપા કરી સર્વ વિભ; મુદ્રા કહે છે તમારી રે, ધ્યાયક તે ધ્યેય થાવે; સૂરિ નીતિ પસાયે રે, ઉદયથી શિવ પાવે. સુમતિ) ૬
F (૧) પદ્મપ્રભુ જિન સ્તવન H,
| (ઘડી ઘડી સાંભળો સાંઈ સલુણા-રાગ) પદ્મપ્રભુ જિન દિવસે ન વિસરે, માનું કીયો કછુ ગુના કોહુના; દરિસન દેખતથી સુખ પાવું, તો બિન હોતહું ઉના દુના. ૧ પ્રભુ ગુન જ્ઞાન ધ્યાન વિધિ રચના, પાન સુપારી કાથા ચુના; રાગભર્યા દિલમેં આયોગે, રહે છિપાયા ના છાના છુના. ૨ પ્રભુનુન ચિત્ત બાંધ્યો સબ સાખે, કુન પઈસે લઈ ઘરકા ખુના; રાગ જગા પ્રભુ શું મોહી પરગટ, કહો નયા કોઉ કહાં જુના. ૩
૧૪૬