________________
સ્તવન વિભાગ
આગલોલ માંહિ સુમતિ બિરાજે, ચોખંડ માંહે ગાજે રે, રત્નવિબુધનો સેવક જાણી, જીત્યાના ડંકા વાજે રે.
આજ૦ ૭ 5 (૬) શ્રી સુમતિનાથપ્રભુનું સ્તવન ક
અતુલી બલ અરિહંત નમી જે, મન તનુ વચન વિકાર વમીજે, શ્રી જિન કેરી આણ વહીજે, તો મન વંછિત સહેજે લીજે; સેવિયે ભવિ સુમતિ નિણંદા, ટાલીયે ભવ ફંદા. ૧
અશુભાવનો સંગ ન કીજે, સમકિત સુધારસ પીજે; અભય સુપત્ત દાન દોય દીજે, નિજ ગુરુની ભલી ભક્તિ વદીજે. સેવીયે... ૨
સુમતિ જિનેસ સુમતિ જો આપે, જિન દરિસણથી દુર્ગતિ કાપે; નામ જપો અઠોત્તરશત જાપે, મોહ તિમિર હરો તપ રવિ તાપે. સેવીયે. ૩
ત્રિકરણ શુદ્ધ નવ વિધ નિદૂષણ, પહેરો શીલ સલીલ વિભૂષણ; સંશયથી નિત્ય રહીયે લૂખા, જબ લગે નભ અવગાહે ખા. સેવીયે... ૪
ધર્મનો કામ તે ભાવશું કીજે, ગુરુ મુખ વચન વિનય કરી લીજે; ભવ સમુદ્ર તરવો વાંછીએ, જડ ચેતન બહુ ભિન્ન લખીએ. સેવીયે. ૫
પંચમ ગતિ ગામી પ્રભુ પાયા, સવિ કારજ સિધાં દિલ ભાયા; સૌભાગ્ય ચંદ્ર ગુરુ સુપસાયા, સ્વરૂપ ચંદ્ર જિનના ગુણ ગાયા. સેવીયે. ૬ BE (૭) શ્રી સુમતિનાથપ્રભુનું સ્તવન ,
(રાગ-જિન મંદિર આવો રે) સુમતિ જિન સ્વામી રે, આપો પ્રભુ શરણ મને; મુજ કહું છું વિતકની રે, વીતલડી આપ કને; ઘણાં ભવમાં હું રઝળ્યો રે, મિથ્યાત્વના જોરે કરી; કીધા મરણ અનંતા રે, કુમતિને હૃદયે ધરી. સુમતિ૧
૧૪૫