________________
અહંદ-ગુણ-વારિધિ-નરેન્દ્ર-નૌકા સુંદર મૂર્તિ મેં દીઠી તાહરી, કેટલે દિવસે આજે; નયન પાવન થયાં પ્રભુજી માહરા, પાપ તિમિર ગયાં ભાંજ. ૨ ખાસો ખીજમતગાર તે જાણી, કરૂણા ઘરો મનમાંહી; સેવક ઉપર હિતબુદ્ધિ આણીને, વળી ધરો મન ઉત્સારી. ૩ નિર્મળ સેવામૃત મુજ આપીયે, જેમ બુઝે ભવાનારે તાપ; હવે દરિશનનો વિરહ તે મત ફરો, જેમ મિટજો મનના સંતાપ. ૪ ઘણું ઘણું શું કહીયે તમોને, તુમ છો ચતુર સુજાણ; મુજ મનવાંછિત પુરજો એમ ભણે, પંડિત પ્રેમનો ભાણ. ૫
E (૫) શ્રી સુમતિનાથ સ્તવન BE
(રાગ-સાંભળજો મુનિ સંયમરાગે) આજ ગયાતા અમે સમવસરણમાં, વાણી અમીરસ પીવારે; પીતારે પીતા હું તો પુરાણ પ્રાપી, અનુભવ પ્યાલો મુજને લાધ્યો રે.
આજ૦ ૧ પહેલે પ્યાલે મુજને સમકિત પ્રગટ્યું, બીજે અજ્ઞાનતા મેલી રે; તત્ત્વતણો એ ત્રીજો પ્યાલો, મગન હતી પીતા પેલી રે.
આજ૦ ૨ મૃગ પાસે મૃગ બેસત રાજન, નહિં કોઈ એહનો વેરી રે, એવી વાણી સુણીને હંસલો, ત્રિજંચર જીવન જીવો રે.
આજ0 ૩ એણ આગળ એ બાર પર્ષદા, મળીયા છે કોડાકોડી રે; ચોસઠ ઈન્દ્ર નમે શિરનામી, ઉભા છે બે કર જોડી રે.
આજ૦ ૪ અજબ અનોપમ મૂર્તિ દેખી, દેખત શુદ્ધ બુદ્ધ ભૂલી રે; શ્વાસોશ્વાસ તણી એ પરિમુઢ, ચંપક કેતકી ફુલી રે.
આજ૦ ૫ પંચમે આરે પંચમા જિનની, તાતા તે પ્રભુ દીઠા રે; સુણ બેની એની ગતી ન્યારી, મુજ મન લાગે પ્યારે રે.
આજ૦ ૬ ૧૪૪
૧૪૪