________________
સ્તવન વિભાગ
એકથી દૂર રહો વિભુ, એકને દીઓ સુખ સાજ; સ0 ઈમ કરતાં તારકપણું, ન રહે ગરીબ નિવાજ. સ0મુ ૬ સો વાતે એક વાતડી, સુણજો ત્રિભુવનનાથ, સ0 અમૃતપદ દઈ રંગને, તારજો ઝાલી હાથ. સમુદ્ર ૭ F (૩) શ્રી સુમતિ જિન સ્તવન કા
(જગજીવન જગવાલહો - રાગ). સમકિત તાહરૂં સોહામણું, વિશ્વ જંતુ આધાર લાલ રે; કૃપા કરી પ્રકાશીએ, મિટે તે મોહ અંધાર લાલ રે. સમકિત૦ ૧ નાણ દંસણ આવરણની, વેયણ મોહની જાણ લાલ રે; નામગોત્ર વિદનની સ્થિતિ, એક કોડાકોડી માણ લાલ રે. ૨ યથાપ્રવૃત્તિકરણ તે, ફરસે અનંતી વાર લાલ રે; દરિસણ તાહરૂં નવિ લહે, દુર્ભવ્ય અભવ્ય અપાર લાલ રે. ૩ શુદ્ધ ચિત્ત મોગર કરી, ભેદી અનાદિ ગ્રંથિ લાલ રે; નાણ વિલોચને દેખીએ, સિદ્ધ સરોવર કંઠ લાલ રે. ૪ ભેદ અનેક છે તેહના, બૃહદ્ ગ્રંથ વિચાર લાલ રે; સુસંપ્રદાય અનુભવ થકી, ધરજો શુદ્ધ આચાર લાલ રે. ૫ અહો અહો સમકિત તો સુણો, મહિમા અનોપમ સાર લાલ રે; શિવશર્મદાતા એહ સમો, અવર કો ન સંસાર લાલ રે. ૬ શ્રી સુમતિ જિનેશ્વર સેવથી, સમકિત શુદ્ધ ઠરાય લાલ રે; કીર્તિવિમલ પ્રભુની કૃપા, શિવલચ્છી ઘર આય લાલ રે. ૭
. (૪) શ્રી સુમતિજિન સ્તવન BE મન મારૂં લાગી રહ્યું, દિલ લાગી રહ્યું, ચિત્ત મારૂં લાગી
રહ્યું સુમતિ નિણંદશું. ધન્ય ધન્ય દિવસ આજનો માહરે, ધન્ય ધન્ય ઘડી વળી હ; ધન્ય ધન્ય સમય જે વળી, તાહરૂ દરિશણ દીઠું નયણનેહ. ૧
૧૧૪૩}