________________
અહંદ-ગુણ-વારિધિ-નરેન્દ્ર-નૌકા
૬ (૧) શ્રી સુમતિજિન સ્તવન ,
(રાગ-સ્વામી તુમે કંઈ કામણ કીધું) સુમતિ જિનેસર જગપરમેશ્વર હું ખિજમતકારક તુજ કિંકર; સાહિબા ! મુજ દર્શન દીજે જીવના, મન મહેર કરીને સાવ રાત દિવસ લીના તુમ ધ્યાને દિન અતિ વાણું પ્રભુ ગુણગાને સાવ ૧ જગત હિતકર અંતરજામી, પ્રાણ થકી અધિકો મુજ સ્વામી, પ્રાણ ભમ્યા બહુ ભવભવ માંહિ,
પ્રભુ સેવા ઈણ ભવ વિણ નાહિં સાવ ૨ ઈણ ભવમાં પણ આજ તું દીઠો, તિણ કારણ તું પ્રાણથી મીઠો; પ્રાણ થકી જે અધિકો પ્યારો, તે ઉપર સહુ તન ધન વારો. સા. ૩ અજ્ઞાની અજ્ઞાન સંઘાતે, એવી પ્રીત કરે છે ઘાત; દેખો દીપક કાજ પતંગ, પ્રાણ તજે હોમી નિજ અંગ. સા. ૪ જ્ઞાન સહિત પ્રભુ જ્ઞાની સાથે, તેહની પ્રીત ચડે જો હાથે; તો પૂર્ણ થાયે મન આશ, દાનવિજય કરે એ અરદાસ. સા. ૫ EF (૨) શ્રી સુમતિનાથ જિન સ્તવન HE
(ભરતને પાટે ભૂપતિરે- રાગ) દિલ રંજન જિનરાજજી, સુમતિનાથ જગસ્વામી સલૂણા, જગતારક જગહિતકરુ, ભવિજન મન વિશરામી. સ૦ ૧ મુજ ચિત્ત લાગ્યું તુમ થકી, કિમ રહો ન્યારા દેવ, સ0 સમરથ જાણીને સાહિબા, કીજીયે પદકજ સેવ. સમુ) ૨ દાયક નામ ધરાવીને, વળી ધરો કૃપણતા દોષ, સ0 ન વધે જગ જશ ઈમ કર્યા, તિણે પ્રભુ દીજે સંતોષ. સમુ૦ ૩ કરૂણાસાગર દીજીયે, રત્નત્રયી અભિરામ, સ0 લલચાવીને આપતા, જલદ હુઓ જાઓ શ્યામ. સ0મુ૦ ૪ તાર્યા તુમે કઈ જીવને, અપરાધી સુખ કીધ, સ0 શિવસુખ આપ્યું ભક્તને, તેણે તમને શું દીધ. સમુદ્ર પ
૧૪૨.