________________
સ્તવન વિભાગ
સાહિબ તે સાચો સહી, જે સેવક હો કરે આપ સમાન કે, ભોળી ભગતે રીઝીને, જે આપે હો મન વાંછિત દાન કે. અભિ૦ ૬
ઈમ બહુ ભગતે વિનવ્યો, જગજીવન હો અભિનંદન દેવ કે; નય વિજય કહે સાહિબા, મુજ હોજ્યો હો ભવભવ તુજ સેવકે. અભિ૦ ૭
(૫) શ્રી અભિનંદનાસ્વામીનું સ્તવન
(રાગ : શ્રી સિદ્ધચક્ર પદ વંદો)
હિમવંતગિરિ શિરપદ્મ દ્રહથી, સુરતટિની પ્રગટી છે, પૂરવ દિશિ એકપાવન કરતી, પુરણ જલ ઉમટી છે રે. ભવિકા; જિન મુખ વાણી સુણજો તમે ત્રિપદીનો વિસ્તર ગણજો રે.
ભવિ૦ ૧
સુર નદીયે દિશિ ત્રણ ઉવેખી, અભિનંદન જિન દેખી; ત્રિગડે મધ્ય સિંહાસન પેખી, ચિહું દિશિ સરખી લેખી રે.
વિ૦ ૨
કંચન તનુ હિમગિરિ મન આણો, મુખ પદ્મદ્રહ જાણો; ચિહું મુખે તેહ દ્રહ તટથી વાણી, ગંગા પ્રવાહ વખાણો રે.
ભવિ૦ ૩ પૂર્વાદિ દિશિ કિધ પવિત્રા, કરવા વચન વિલાસ; નય ગમ ભંગ પ્રમાણ સકારણ, હેતુ આહરણ ઉલ્લાસ રે.
વિ૦ ૪
ચઉગતિ વારણ શિવ સુખ કારણ, જાણી સુરનર તરિયા; ભાવે કલ્લોલમાં સ્નાન રમણતા, કરતા ભવજલ તરિયા રે.
ભવિ૦ ૫
તે જિનવાણી અમીય સમાણી, પરમાનંદ સૌભાગ્ય ચંદ્ર વચનથી જાણી, સ્વરૂપ ચંદ્રે મન
૧૪૧
નીસાણી;
આણી રે.
ભવિ૦ ૬