________________
અહંદ-ગુણ-વારિધિ-નરેન્દ્ર-નૌકા
સહસહિ અંજન મંજીલ નિરખત, ખંજન ગર્વ દીયો દારી, છીનહિ લહીતિ ચકોર કી શોભા, અગ્નિ ભએ સો દુઃખ ભારી. ૨ ચંચલતા ગુણ લીયો પીનકો, અલિક્યું તારા હૈ કારી, કહુ સુભગતા કેતિ ઈનકી, મોહી સબહી અમરનારી. ૩ ઘૂમત હૈ સમતારસમાં તે, જેસે ગજભર મદવારી; તીન ભુવનમાં નહિ કોઈ નકો, અભિનંદન જિન અનુકારી. ૪ મેરો મન તો તું હિ રૂચત હૈ, પરે કુણ પર કે લારી; તેરે નયનકી મેરે નયન મેં, જસ કહે દીઓ છબી અવતારી. પ
(૪) શ્રી અભિનંદન સ્વામીનું સ્તવન SH
(રાગ-અજિત જિણંદ પ્રીતડી) અભિનંદન અરિહંતજી, અવધારો હો સેવક અરદાસકે; દાસજાણી મુજ દીજીયે, મન વાંછિત હો સુખ લીલ વિલાસ કે.
અભિ૦ ૧ પુરવ પુજે પામીઓ, સુખ કારણ હો જગ તારણ દેવકે; સેવક જાણી સાહિબા, હવે સફળ હો કીજે મુજ દેવકે.
અભિ૦ ૨ સેવક જનની સેવના પ્રભુ, જાણો હો મન નાણો કેમકે, બુઝો પણ રીઝો નહિ, એકાંગી હો કિમ હોય પ્રેમ કે.
અભિ૦ ૩ સામાન્ય જનની ચાકરી, સહી સફળ હો હોયે વિસવા વીશ કે; પ્રભુ સરીયાની સેવાના, કિમ થાએ હો વિફળી જગદીશ કે.
અભિ૦ ૪ સેવક જો સેવે સદા, તે પામે તો વાંછિત કામકે; સેવક સુખીએ પ્રભુ તણી, સહી વાધે હો જગમાંહિ મામ કે.
અભિ૦ ૫
૧૧૪૦
૧ ૪૦