________________
અહંદ-ગુણ-વારિધિ-નરેન્દ્ર-નૌકા
= (૧) શ્રી અભિનંદન સ્વામીનું સ્તવન :
(દુઃખ દોહગ દૂર ટળ્યા રે એ-રાગ) નિર્મલ નાણ ગુણે કરી છે, તું જાણે જગ ભાવ, જગહિતકારી તું જયો જી, ભવજલતારણ નાવ. જિનેશ્વરસુણ અભિનંદનજિણંદ, તુજ દરિસણ સુખકંદ. જિને) ૧ તુજ દરિસણ મુજ વાલહુંજી, જિમ કુમુદિની મન ચંદ; જીમ મોરા મન મેહલો જી, ભમરા મન અરવિંદ. જિને૦ ૨ તુજ વિણ છે નહિ જગતમાં જી, જ્ઞાની મહા ગુણ જાણ; તુજ ધ્યાયક મુજ મહેરથી જી, હિત કરી ઘો બહુમાન. જિને૦ ૩ તુજ હેતથી મુજ સાહિબા જી, સીજે વાંછિત કાજ; તિણ હેતે તુજ સેવીયે જી, મહેર કરો મહારાજ. જિને૦ ૪ સિદ્ધારથ ઉર હંસલો જી, સંવર નૃપ કુલ ભાણ; કેશર કહે તુજ હેતથી જી, દિન દિન કોડી કલ્યાણ. જિને૦ ૫ E (૨) શ્રી અભિનંદન જિન સ્તવન ક
(રાગ-વિહરમાન ભગવાન સુણો મુજ વિનંતી) અભિનંદન જિનરાજ સુણો મુજ વિનંતી, વિષયાસંગી જીવકે પાપ કર્યા અતિ; મોહની કર્મની સ્થિતિ ઉત્કૃષ્ટ છે, રચી સ્થાનક તેહનાં ત્રીશ સેવ્યાં મેં મનરુચિ. ૧ જળમાં બોળી ઘાસ નિરોધી ત્રસને, વાધર વીંટી શીશ મોઘર મુખ દેઈને; મુખ દાબી ગળે ફાંસો દઈ જીવને, હણતાં બાંધ્યો મોહ મહાનિર્દય પણે. હણવા વાંક્યું બહુ જનના અધિકારનું, કાર્ય કર્યું નહિ ગ્લાન તથા નિજ સ્વામીનું ધર્મ વિષે ઉજમાળને ભ્રષ્ટ કરી હસ્યો, જિન અરિહાના અવગુણ કહેવા ઉલસ્યો. ૩
૧૩૮