________________
સ્તવન વિભાગ
ભવજલ તારણ ભુવન પ્રદીપ, નેહશું રહીયે નિત્ય સમિપ. જિન) ક્ષમાં વિનય રૂજુતા સંતોષ, ધારીને કીજે ગુણ પોષ.
જિન૦ ૩ તપ સંયમ સત્ય શૌચવિશેષ, અકિંચન બ્રહ્મચર્ય અશેષ; જિન) પાલી દશવિધ ધર્મનો સાથ, ટાલી કર્મ કર્યો ભવપાથ;
જિન) ૪ પુત્ર જિતારી પુત્ર ભવાંત, પામ્યા શિવ રમણી સુખકાંત. જિન) પુણ્ય પુરા કૃત નર ભવ લદ્ધ, સ્વામી ભજન કરી કરો શુદ્ધ.
જિન) ૫ ધર્મ અર્થ કામએ ત્રણ વર્ગ, સાધનથી લહીયે અપવર્ગ. જિન) સૌભાગ્ય ચંદ્ર મુનીંદ્ર સુશીસ, સ્વરૂપ ચંદ્ર નમે જગદીશ.
જિન૦ ૬
(૬) શ્રી સંભવનાથપ્રભુનું સ્તવન ક હાંરે હું તો મોહ્યો રે લાલ, જિન મુખડાને મટકે; જિન મુખડાને મટકે વારી જાઉં, પ્રભુ મુખડાને મટકે. હાંરે- ૧ નયન રસીલાવયણ સુખાળાં ચિત્તડું લીધું હરી ચટકે; પ્રભુજીની સાથે ભક્તિ કરંતા, કર્મ તણી કસ તટકે. હારે ૨ મુજ મન લોભી ભ્રમર તણી પરે, પ્રભુ પદ કમળ અટકે; રત્નચિંતામણિ મૂકી રાચે, કહો કુણ કાચને કટકે. ધંરે૦ ૩ એ જિનધ્યાને ક્રોધાદિક જે, આસપાસથી અટકે; કેવલનાણી બહુ સુખદાણી, કુમતિ કુગતિને પટકે. હરે. ૪ એ જિનને જે દિલમાં ન આણે, તે તો ભૂલા ભટકે, પ્રભુજીની સાથે ઓળખ કરતાં, વાંછિત સુખડાં સટકે. હાંરે૦ ૫ મૂર્તિ સંભવ જિનેશ્વર કેરી જોતાં હૈડું હરખે; નિત લાભ કહે પ્રભુ કીર્તિ મોટી, ગુણ ગાઉ હું લટકે. હાંરે- ૬
૧ ૩૭