________________
અર્હદ-ગુણ-વારિધિ-નરેન્દ્ર-નૌકા
સેના રાણીના નંદન દેવ, ગુણરત્નાકરુ; એવો જાણી રે કીધી મેં સેવ, જયો જયો જિનવરુ. ૮ સોહે મોહે રે સૂરત મઝાર, વિધિપક્ષ દેહરે; મોહે હોહે ૨ે બહુ નરનાર, દેખી નયણાં ઠરે. ૯ નામે નામે રે સંભવનાથ, જિન રેલિયામણાં; પામે પામે રે સુખ નિત્ય લાભ, લેહું નિત્ય ભામણાં. ૧૦
મૈં (૪) શ્રી સંભવનાથ જિન સ્તવન (રાગ-સુમતિનાથ ગુણ)
સંભવ જિનવર ખૂબ બન્યો રે, અવિહડ ધર્મ સ્નેહ; દિન દિન તે વધતો અછેરે, કબહી ન હોવે છેહ, સોભાગી જિન મુજ મન તુંહિ સુહાય, એતો બીજા ન આવે દાય સો૦ હું તો લળી લળી લાગું પાય૦ ૧ દૂધ માંહે જેમ ધૃત વસ્યું રે, વસ્તુ માંહે સામર્થ; તંતુ માંહે જેમ પટ વસ્યો રે, સૂત્રમાંહે જેમ અર્થ. સો૦ ૨ કંચન પારસ પાષાણમાં રે, ચંદનમાં જેમ વાસ; પૃથ્વી માંહે જેમ ઔષધિ રે, કાર્યે કારણ વાસ. સો૦ ૩ જેમ સ્યાદ્વાદે નય મિલે રે, જેમ ગુણમાં પર્યાય, અરણીમાં પાવક વસ્યો રે, જેમ લોકે ષટકાય. સો૦ ૪ તેણી પ૨ે તું મુજ ચિત્ત વસ્યો રે, સેના માત્ર મલ્હાર. જો અભેદ બુદ્ધિ મલે રે, શ્રી જ્ઞાનવિમલ સુખકાર. સો૦ ૫ (૫) શ્રી સંભવનાથ જિન સ્તવન
સંભવ સુખકર ત્રીજાદેવ, જેહની સુરનર સારે સેવ જિન મંદિયે, અંતરગત દર્શિ જિનરાય, જાણે જીવ તણા અભિપ્રાય. જિન૦ ૧ શિવગતિ સ્મરણ કીજે નિત્ય, સેના સુત ધ્યાવો નિજ઼ ચિત્ત. જિન૦ અતિશય અર્જિત વર્જિત પાપ, સમતા ગુણ ટાલે ભવ તાપ.
જિન૦ ૨
૧૩૬