________________
સ્તવન વિભાગ
જન અભિલષે રે, તે તો તેહથી નાસે,
તૃણસમ જે ગણે રે, તેહની નિત્ય રહે પાસે. સાહેબ ૫
ધન્ય ધન્ય તે નરા રે, એહનો મોહ વિછોડી, વિષય નિવારીને રે, તેહને ધર્મમાં જોડી; અભક્ષ્ય તે મેં ભખ્યાં રે, રાત્રિભોજન કીધાં, વ્રત નવિ પાળીયા રે, જેહવા મૂળથી લીધા. સાહેબ૦ અનંતભવ હું ભમ્યો રે, ભમતાં સાહેબ મળીઓ, તુમ વિણ કોણ દીએ રે? બોધિ-રયણ મુજ બળીયો; સંભવ આપજો રે, ચરણ કમલ તુમ સેવા, નય એમ વિનવે રે, સુણજો દેવાધિદેવા. સાહેબ૦
(૩) શ્રી સંભવજિન સ્તવન
હું તો જાઉંરે જિન દરબાર, પ્રભુ મુખ જોવાને, પ્રભુ આપે રે સમકિત સાર, શિવસુખ હોવાને. ૧ સાથે લીધાં રે નિરમલ નીર, પ્રભુને પખાંલવારે; શુદ્ધ કીધાં પ્રભુના શરીર, ભવદુઃખ ટાળવા રે. ૨ ઘસી ઘસી કેસર કપૂર, નવે અંગે પૂજિયે, હસી હસી રે આણંદ પૂર, શિવસુખ લીજિયે. ૩ એહવે આવી રે અમરની નાર, પ્રભુજીને વિનવે; સાથે લાવી રે ફુલડાનો હાર, પ્રભુને કંઠે હવે. ૪ આગળ નાચે રે થેઈ થેઈ કાર, સહુ ટોલે મલી; દિલ સાચે રે કરી શણગાર, પ્રણમે લળી લળી. ૫
હાથ જોડી રે પ્રભુજીની પાસ, ભક્તિ ઘણી કરે, માન મોડી ને ગાવે રાસ, પ્રભુ મનમાં ધરે. આલો આલો રે મુગતિનો વાસ પ્રભુ કરુણા કરી, ટાળો ટાળો રે ભવનો પાસ,વિનંતિ ચિત્ત ધરી. ૭
૧૩૫
Ç
ܦ