________________
અહંદ-ગુણ-વારિધિ-નરેન્દ્ર-નૌકા
પરમ પુરુષ તમે પ્રથમ ભજીને, પામ્યા એ પ્રભુતાઈ; તેણે રૂપે તુમને ઈમ ભજીએ તેણે તુમ ાથે વડાઈ. યારા. ૪ તુમે સ્વામી હું સેવાકામી, મજરે સ્વામી નિવાજે; નહિ તો હઠ માડી માંગતા, કીણ વિધ સેવક લાજે. પ્યારા) ૫ જ્યોતે જ્યોતિ મીલે મત પ્રીછો, કુણ લેશે કુણ ભજશે; સાચી ભક્તિ તે હંસ તણી પરે, ખીર નીર મય કરશે. પ્યારા ૬ ઓલગ કીધી તે લેખે આવી, ચરણ ભેટ પ્રભુ કીધી; રૂપ વિબુધનો મોહન પભણે, રસના પાવન કીધી. પ્યારા) ૭
F (૨) શ્રી સંભવનાથ જિન સ્તવન ક સાહેબ સાંભળો રે, સંભવ અરજ હમારી, ભવોભવ હું ભમ્યો રે, ન લહી સેવા તમારી; નરક નિગોદમાં રે, તિહાં બહુ ભવ ભમિયો, તુમ વિના દુઃખ સહ્યા રે, અહોનિશ ક્રોધે ધમધમિયો. સાહેબ૦ ૧ ઇદ્રિય વશ પડ્યો રે, પાળ્યાં વ્રત નવિ સૂસે, ત્રસ પણ નવિ ગણ્યા રે, હણિયા થાવર ટૂંસે; વ્રત ચિત્ત નવિ ધર્યા રે, બીજાં સાચું ન બોલ્યું, પાપની ગોઠડી રે, તિહાં મેં હઈડું ખોલ્યું. સાહેબ૦ ૨ ચોરી મેં કરી રે, ચઉહિ અદત્ત ન ટાળ્યું, શ્રી જિન-આણશું રે, મેં નહિ સંયમ પાળ્યું મધુકર તણી પરે રે, શુદ્ધ ન આહાર ગવેખ્યો. રસના લાલચે રે, નીરસપિંડ ઉવેખ્યો. સાહેબ૦ ૩ નરભવ દોહીલો રે, પામી મોહવશ પડીયો, પરસ્ત્રી દેખીને રે, મુજ મન તિહાં જઈ અડીયો; કામ ન કો સર્યા રે, પાપે પિંડ મેં ભરીયો. શુદ્ધ બુદ્ધ નવિ રહી રે, તેણે નવિ આતમ તરીયો. સાહેબ૦ ૪ લક્ષ્મીની લાલચે રે, મેં બહું દીનતા દાખી, તો પણ નવિ મળી રે, મળી તો નહિ રહી રાખી;
૧૩૪