________________
સ્તવન વિભાગ
૬ (૧) શ્રી અજિતનાથ જિન સ્તવન પ્રીતલડી બંધાણી રે અજિત જિણંદશું, પ્રભુ પાખે ક્ષણ એકે મને ન સુહાય જો; ધ્યાનની તાલી રે લાગી નેહશું, જલદઘટા જેમ શિવસુત વાહના દાય જો. નેહ ઘેલું મન મારૂં રે પ્રભુ અલજે રહે, તન ધન મન એ કારણથી પ્રભુ મુજ જો; માહરે તો આધાર છે સાહેબ રાઉલો, અંતરગતનું પ્રભુ આગળ કહું ગુજ્મજો. સાહિબ તે સાચોરે જગમાં જાણીએ, સેવકનાં જે સ્હેજે સુધારે કાજ જો; એહવે રે આચરણે કેમ કરીને રહું, બિરૂદ તુમારૂં તારણતરણ જહાજ જો. તારકતા તુજ માંહેરે શ્રવણે સાંભળી, તે ભણી હું આવ્યો છું દીનદયાળ જો; તુજ કરૂણાની લહરે૨ે મુજ કારજ સરે, શું ઘણું કહીએ જાણ આગળ કૃપાલ જો. કરુણા દૃષ્ટિ કીધીરે સેવક ઉપરે, ભવભય ભાવઠ ભાંગી ભક્તિ પ્રસંગજો; મનવંછિત ફલિયારે જિન આલંબને, કર જોડીને મોહન કહે મનરંગ જો. પ્રીત૦ ૫
પ્રીત૦ ૧
૧૩૧
પ્રીત૦ ૨
પ્રીત૦
૩
પ્રીત૦ ૪
(૨) શ્રી અજિતનાથ પ્રભુ સ્તવન
અજિત જિણેસર ચરણની સેવા, હેવાએ હું હલિયો; કહિયે અણચાખ્યો પણ અનુભવ, રસનો ટાળો મલિયો, પ્રભુજી મહેર કરીને આજ, કાજ હમારાં સારો. મૂકાવ્યો પણ હું નવિ મૂકું, ચૂકું એ નવ ટાણો; ભક્તિભાવ ઉઠ્યો જે અંતર, તે કિમ રહે શરમાણો. પ્ર૦ ૨
૧