________________
અહિંદ-ગુણ-વારિધિ-નરેન્દ્ર-નૌકા
—
—
—
—
—
—
—
—
—
આત્મસમર્પણ કીધું અતિ ઉમંગથી, પ્રેમ થયો નિધિ પ્રગટ્યો અભિનવ પૂર જો. ૭ શ્રી સિદ્ધાચલ ગિરિવરજી મહારો ખરો, પરમ કૃપાળુ પાલક પ્રાણ આધાર જો; વિછોડશો નહિ ક્યારે પ્યારા પ્રાણથી, રસિયા કરજો ધર્મરત્ન વિસ્તાર જો. ૮
ક (૩) શ્રી રાયણ પગલાનું સ્તવન જિનજી આદિશ્વર અરિહંત કે, પગલા ઈહાં ધર્યારે લોલ જિનાજી પૂર્વ નવાણું વાર કે, આપ સમોસર્યા રે લોલ. જિનાજી સુરતરૂ સમસુખકાર કે, રાયણ રૂઅડા રે લોલ. ૧ જિનાજી નિરખી હરખી ચિત્ત કે, ભાંગે ભૂખડા રે લોલ; જિનજી નિર્મલ શીતલ છાંય કે, સુગંધી વિસ્તરે રે લોલ. ૨ જિનાજી અધિષ્ઠાયક દેવ કે, સદા હિત સાધતાં રે લોલ; જિનાજી હળુકર્મી હરખાય કે, અમર ફળ બાંધતાં રે લોલ. ૩ જિનજી મધુરી મોહન વેલ કે, કલિયુગમાં ખડી રે લોલ; જિનાજી સેવે સંત મહંત કે, ત્રિભુવનમાં વડી રે લોલ.. ૪ જિતજી પુણ્યવંત જે માણસ, તે આવી ચઢે રે લોલ; જિનજી શુભગતિ બાંધે આયુષ્ય કે, નરકે નવિ પડે રે લોલ. ૫ જિનાજી પ્રભુ પગલા સુપસાય કે, સુપુજિત સદા રે લોલ; જિનજી મહોદાનો અનુયોગ કે, આપે સંપદા રે લોલ. ૬ જિનાજી સૂર્યકાંતમણી જેમ કે, સૂર્ય પ્રભા ભરે રે લોલ; જિનાજી પામી સ્વામી સંગ કે, રંગ પ્રભા ધરે રે લોલ. ૭ જિનાજી સફલ ક્રિયા ફલદાય કે, મોક્ષ ફલ આપજો રે લોલ જિનાજી સફલ ક્રિયા વિધિ છાપ કે, નિર્મળ છાપ જો રે લોલ. ૮ જિનજી ધર્મરત્ન પદ યોગ કે, અમર થાઉં સદા રે લોલ; જિનાજી આશીર્વાદ આ વાદ કે, દેજો સર્વદા રે લોલ. ૯
૧૩૦