________________
સ્તવન વિભાગ
ક (૧) શ્રી વિમલગિરિ સ્તવન 5 પ્રીતલડી બંધાણી રે વિમલ ગિરદશું, નિશિપતિ નિરખી હરખે જેમ ચકોર જો, કમલાગૌરી હરિહરથી રાચી રહ્યા, જલધર જોઈ મસ્ત બને વનમોર જો. ૧ આદીશ્વર અવલેશ્વર આવી સમોસર્યા, પુણ્યભૂમિમાં પૂર્વ નવ્વાણુંવાર જો, અરિહંત શ્રી અજિતેશ્વર શાન્તિનાથજી, રહ્યા ચોમાસું જાણી શિવપુરદ્વાર જો. ૨ સૂર્યવંશી સોમવંશી યાદવવંશના, નૃપ ત્રણ પામ્યા નિર્મલ પદ નિર્વાણ જો, મહામુનિશ્વર ઈશ્વરપદ પર વર્યા, શિવપુર શ્રેણી આરોહણ સોપાન જો. ૩ ત્રણ ભુવનમાં તારક તુમ સમ કો નહિ, એમ પ્રકાશે સીમંધર મહારાજ જો; તારે શરણે આવ્યો હું ઉતાવળો, - તાર તાર ઓ ગિરિવર ગરીબ નિવાજ જો. ૪
હું અપરાધી પાપી મિથ્યાડંબરી, ફોગટ ભૂલ્યો ભવમાં વિણ તું એક જો; હવે ન મુકું મોહન મુદ્રા તાહરી, એ મુજ મોટી પંક નાળની ટેક જો. ૫ પલ્લો પકડી બેઠો બાપજી લાંઘવા, આપ આપ તું ભક્તવત્સલ ભગવંત જો; અંતે પણ દેવું રે પડશે સાહિબા, શી કરવી હવે ખાલી ખેંચતાણ જો. ૬ મલ વિક્ષેપણે આવરણત્રિક દૂર કરી, છેલ છબીલા આવ્યો આપ હજુર જો;
૧ ૨૯