________________
અહંદ-ગુણ-વારિધિ-નરે-નૌકા
(૫૯) શ્રી આદીશ્વરનું સ્તવન આજતો વધાઈ રાજા નાભિકે દરબાર રે, મરૂદેવીએ બેટો જાયો, ઋષભ કુમાર રે. આજ0 ૧ અયોધ્યામે ઉત્સવ હોવે, મુખ બોલે જયકાર રે, ઘનનન ઘનનન ઘટાવાજે, દેવકરે થેઈકાર રે. આજ૦ ૨ ઇન્દ્રાણી મલી મંગલ ગાવે, લાવે મોતી માલ રે; ચંદન ચરચી પાયે લાગે, પ્રભુ જીવો ચિર કાલ રે. આજ0 ૩ નાભિરાજા દાન દેવે, વરસે અખંડ ધાર રે, ગામ નગર પુર પાટણ દેવ, દેવે મણી ભંડાર રે. આ૦ ૪ હાથી દેવે સાથી દેવ, દેવે રથ હૂંખાર રે; હીર ચીર પીતામ્બર દેવે દેવે સવિ શણગાર રે. આજ૦ ૫ તીનલોકમેં દિનકર પ્રગટ્યો, ઘર ઘર મંગળ માળ રે, કેવળ કમલા રૂપ નિરંજન, આદીશ્વર દયાળ રે. આજ0 દ
bi (૬૦) શ્રી આદિશ્વરનું સ્તવન fi યાત્રા નવાણું કરીયે રે ચાલો શત્રુંજે જઈયે, શત્રુંજે જઈયે ને પાવન થઈએ ડુંગર ચડતા; ને હરખ જ ધરતાં જઈયે ગભારામાં રહીયે. ચાલો૦ ૧ સુરજ કુંડમાં દેહપખાલી, નાહીને નિર્મલ થઈયે રે, ચાલો૦ ભીમજ કુંડમાં કળશજ ભરિયે, સોનાની સીરિયે વધાવો રે ચાલો ૨ પાના મંગાવો ને આંગી રચાવો, ઘણો અબીલ ચડાવો રે. ચાલો; ફુલ મંગાવોને હાર ગુંથાવો, પ્રભુજીને કંઠે ચડાવો રે ચાલો ૩ સુખડ કેશર ચંદન ઘસાવો, નવે અંગે પૂજા કરાવો રે. ચાલો૦ અગાર ઉવેખો ને ભાવના ભાવો, નીચું શિશ નમાવો રે. ચાલો ૪ બેઠા સિંહાસન હુકમ ચલાવે, ઉપર છત્ર ધરાવે રે. ચાલો) ખિમાવિજય મુનિ ગુરૂ સુપસાથે, ઋષભ તણાગુણ ગાવો રે ચાલો ૫
૧ ૨૮
-
-