SearchBrowseAboutContactDonate
Page Preview
Page 154
Loading...
Download File
Download File
Page Text
________________ સ્તવન વિભાગ E (૫૨) શ્રી આદિશ્વર પ્રભુનું સ્તવન ક ભક્ત વત્સલ પ્રભુ સાંભળો રે, ઓલબડે અરદાસ મહારાજ છોડતાં કિમ છૂટ શો રે, અરે કાંઈ ખરાં દિલાસકો. ૧ તુમ સરિખા સાહિબ તણી રે, સેવા નિષ્ફળ ન જાય હો; લાજ કરો રે પ્રભુ કેહની રે, હવે સેવકનું શું થાય હો. ૨ ગુણ દેખાડીને હળવ્યો રે, તે કિમ છેડો છોડો હો; જિહાં જલધિ તિહાં બપૈયો રે, પિયુ પિયુ મુખ માંહી બોલે હો. ૩ લાખ ચોર્યાશી હું ભમ્યો રે, કાળ અનાદિ અનંત હો; મૂર્તિ દીઠી પ્રભુ તાહરી રે, ભાંગી છે ભવતણી ભ્રાંત હો. ૪ અવગુણ ગણતાં માહરાં રે, કહેતાં ન આવે પાર હો; પણ જિન પ્રવાહણની પરે રે, તુમ છો તારણહાર હો. ૫ જો રે પોતાનો લેખવો રે, તો હવે લેખું ન વિચાર હો; સો વાતે એક વાતડી રે, કાંઈ ભવોભવ ભીતિ નિવાર હો. ૬ તુમ સરિખો ભીમ લેખવો રે, તો કીજે તેહની સેવ હો; આનંદધન પ્રભુ ઋષભજી રે, મરૂદેવીનો નંદ હો. ૭ ૬ (૧૩) શ્રી તળેટીનું સ્તવન HF | (રાગ-રાખના રમકડાં) ત્રિભુવન તારક તીર્થ તળેટી, ચૈત્યવંદન પરી પાટીજી; મિથ્યા મોહ ઓલંઘી ઘાટી, આપદા અલગી નાઠીજી. - ત્રિભુવન૦ ૧ જિનવર ગણધર મુનિવર, નરવર કોડા કોડીજી; ઈહાં ઉભા ગિરિવરને વાંદે, પૂજે હોડી હોડીજી. ત્રિભુવન) ૨ ગુણઠાણાની શ્રેણિ જેહવો, ઉર્ધ્વગામિ પંથ ઈહાથીજી; ચઢતે ભાવે ભવિ આરાધો, પુણ્ય વિના મળે કિહાંથીજી. ત્રિભુવન) ૩
SR No.032082
Book TitleNarendra Nauka
Original Sutra AuthorN/A
AuthorVidyutprabhashreeji
PublisherSuthari Jain Sangh
Publication Year1996
Total Pages642
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy