________________
અહંદ-ગુણ-વારિધિ-નરેન્દ્ર-નૌકા
(૫૧) દાદા આદિનાથનું સ્તવન
(વ્રતમેં વિરતી આદરૂં રે) આદિનાથની અલબેલી મૂરતિ મળી જો, પાર પહોંચી મારી જેથી ભવ બેલડી જો. ૧ જોઈ મુખડુ શરદ શશી સમુજો, હું તો હેતે પ્રભુના ગુણમાં રમુજો. ૨ ભાળી ભ્રમર ભ્રકુટી મનડું હર્યુંજો, દુખ આજથી હવે તો સઘળું ટળ્યુંજો. ૩ રંગ રસીયા રસીલી તારી આંખડીજો, જાણે જળમાં વસે કમલ પાંખડીજો. ૪ દાંત દીપતા દાડમના દાણા સમજો, મરૂદેવીના નંદને ઘણી ખમાજો. ૫ અમૃત રસથી ભરેલ કોમળ કાય છે જો, જેને નમતા દુઃખો દૂર થઈ ગયા જો. ૬ નાથ નગરી અયોધ્યા તણા તમે જો, પ્રભુ દર્શન તમારૂં મને બહુ ગમે જા. ૭ દેઈ દર્શન ધન્ય છે તારી માતને જો, ભજીએ ભરત ભૂપતિના તાતને જો. ૮ રસ શેલડીના દાનથી સુખી કર્યા જો, ભાવે શ્રેયાંસ અમર સુખને વર્યા જો. ૯ સિદ્ધક્ષેત્ર સુધામ પ્રભુજી તણું જો, ભાવે ભેટી થયું દિલડું ખુશ ઘણું જો. ૧૦ અજિત આશરો અખંડ એક આપનો જો, મેવો મીઠો દીઠો પ્રભુજીના જાપનો જો. ૧૧
૧ ૨ ૨