________________
અહંદ-ગુણ-વારિધિ-નરેન્દ્ર-નૌકા
મેરૂ સરસવ તુજ મુજ અંતર, ઉંચો જોઈ નિહાળુંજી; તો પણ ચરણ સમીપે બેઠો, મનનો અંતર ટાળુંજી.
ત્રિભુવન, ૪ સેવન કારણ પહેલી ભૂમિ, અમલ અદ્વેષ અખેદજી; ધર્મરત્ન પદ તે નર પામે, ભૂગર્ભ રહસ્યનો ભેદજી.
ત્રિભુવન૦ ૫ E (૫૪) ઋષભદેવનું સ્તવન ક સાંભળ આદિ જિણંદ સોભાગી, તુજ ચરણોની લગની લાગી; પુરવ પૂજ્ય દશા મુજ જાગી, સ્યા કહું વયણા રે; સ્વામી મારો તુંહી છે અંતરયામી. ૧. વિકશ્યા નયણા રે, જોઈ તને જગ જન મન વિસરામી; હૈયામાં કોડ ગણેખું; કાયા કરતી કામ અનેરૂ, ધર્મીપણાનો ઢોંગ ગણેરૂ, મન અંદરથી ન્યારો રે. સ્વામી) ૨. પાંચ ઈદ્રિય સુખમાં હે રાચું, જાણ્યું નહિ મેં આ સુખ કાચુ; કેમ કરી શાશ્વત સુખ પામું, કહું કોને સામે રે. સ્વામી, ૩. જે તપ સંયમથી સુખ પામે, તેહ થકી મુજ મનડું વિરામું, મોહ રાજાની સામે રે નાચું, હવે જાણ્યું મેં સાચું રે. સ્વામી, ૪. કીધી ભુલો બહુ જિનરાયા, માગે સેવક ક્ષમાવિજય જિનરાયા; શત્રુંજય મંડણ સુખદાયા, તારી શીતલ છાયા રે. સ્વામીપ.
(૫૫) શ્રી ઋષભદેવનું સ્તવન .
| (દેશી- ભેખ રે ઉતાર) રૂપાભ જિસંદ કરૂં વિનતિ, સુણો જગત આધારજી; શરણ ગ્રહ્યું છે. હવે આપનું, તુમ વિણ કોઈ ન આધારજી. રૂ ૧ સૂક્ષ્મ નિગોદ ભમી કરી, પામ્યો બાદર સ્થાનજી; વિગલેન્દ્રિય પણું પામીયો, તેમાં પણ ક્યાંથી ભાનજી. રૂ ૨ પાછો ઉથલાવી નાખીયો, સૂક્ષ્મ નિગોદે તેમજી; કાળ અનંતો ભ્રમણ કરી, અરઘટ્ટ ન્યાયની જેમજી. રૂ ૩
૧૧૨૪F