________________
સ્તવન વિભાગ
H (૪૮) ઋષભદેવનું સ્તવન . શરણે આવ્યો રે મોરા સાહિબા રે;
હું તો રખડ્યો કાળ અનંત રે. હું તો) (૨) દયા કરીને મને તારજો રે, સ્વામી ઋષભ સુનંદાના કંતરે.
સ્વામી (૨) ચાર ગતિ ભવમાં ભમ્યો રે, હું તો વાર અનંતી અનંત રે. (૨) અઘહર જિન હવે લાવજો રે, મારા દુઃખોદધિનો અંત રે.
મારા૦ (૨) અવિચલ પદમને આપજો રે, વ્હાલા ભક્ત વચ્છલ ભગવંત રે.
વ્હાલા(૨) સુરપતિ પૂજિત જિનજીને, આપો શિવનગરી મને સંત રે.
આપો) (૨) નરક વિદારણ નાથજી રે, તુજ ગુણગણનો નહિ પાર રે.
તુજ૦ (૨) જગતારણ જિનરાજજી રે, જગજીવન જગઆધાર રે. જગ૦ (૨) “જૈન સભા” જિનરાજજી રે, એતો નિશદિન ગુણગાય રે.
એ તો(૨) મુનિ માણેક જિનરાજજી રે, હું તો લળી લળી લાગું પાય રે.
હું તો... (૨) E (૪૯) શ્રી આદિનાથ પ્રભુનું સ્તવન HI અબતો પાર ભયે હમ સાધો! શ્રી સિદ્ધાચલ દરસ કરી રે;
અબ તો... ૧ આદિજિનેશ્વર મહેર કરી અબ, પાપ સકલ સબ દૂર ભર્યો રે; તન મન પાવન ભવિજન કેરો, નિરખી જિનંદચંદ સુખ થયો રે.
અબ તો... ૨
૧૧૯