________________
અહંદ-ગુણ-વારિધિ-નરેન્દ્ર-નૌકા
(સાખી-) રાજ ભળાવી ભરતને, લેવે સંજમભાર; વરસીતપનું કર્યું પારણું, શ્રી શ્રેયાંસકુમાર; લેવે શેરડી રસ પ્રભુ સુજતો રે; રૂડી અક્ષયત્રીજ મનોહાર. નમો૦ ૪
(સાખી-) પ્રથમ જિનેશ્વર આવીયા, પૂર્વ નવાણું વાર, રાયણ હેઠે સમોસરી, કીધો ગિરિ વિસ્તાર; સુણી ભરત સંઘ લઈ આવતા રે, તીરથ ફરશીને કરતા ઉદ્ધાર. નમો) ૫
| (સાખી-) ચૈત્ર શુદની પુનમે, પાંચકોડ મુનિ સાર, પુંડરીક ગણધર એ ગિરિ, ઝાલ્યો શિવવધૂ હાથ; એથી પુંડરીકગિરિ નામ સ્થાપીયે રે, ઈહાં તીર્થપતિ શ્રી આદિનાથ. નમો ૬
| (સાખી-) પ્રથમ પ્રભુજી પોતરા, દ્રાવિડ ને વારીખીલ, સિદ્ધાચલ સિદ્ધિ વર્યા, કાર્તિક પુનમ દિન; પ્રભુ અજિત શાંતિ દોય જણાશે, આવી ચાતુરમાસ તિહાં કીધ. નમો) ૭
(સાખી-) ફાગળ શુદની દશમે, નમિ વિનમિ બે જોડ, અણસણ કરી શિવવધૂ વર્યા, સાથે મુનિ બે ક્રોડ; સિદ્ધ થાય વિશક્રોડી અણગારથી રે, પાંચ પાંડવ એ ગિરિરાજ. નમો૮
(સાખી- નેમિ પુત્રી ચોસઠ કહી, કરતી આતમ ઠામ, ચૈતર વદની ચૌદશે, પામી અવિચળ ધામ, રામ ભરત મુનિ ત્રણ કોડશે રે, કર્મ કાપી પામ્યા સિદ્ધિરાજ. નમો) ૯
(સાખી-) ફાગણ ઉજળી તેરશે, શાંબ પ્રદ્યુમ્ન કહેવાય, સાડી આઠ ક્રોડ મુનિવરૂ, શેત્રુંજે શિવપુર જાય, છેલ્લા નારદ એકાણું લાખથી રે, ગિરિ ઉપર વર્યા શિવનાર. નમો ૧૦
(સાખી-) ગઈ ચોવીશીના પ્રભુ, બીજા નિરવાણી નાથ, કદમ્બ ગણધર કોડશું, ભરતા મુક્તિ સે બાથ; તેને કદમ્બગિરિ બોલતા રે, જેના નામથી નવનિઘ થાય. નમો૦ ૧૧
(સાખી-) એમ અસંખ્યા મુનિવરૂ, એ તીરથ મોઝાર, સિધ્યા ને વળી સિદ્ધશે, મહિમા અપરંપાર, ભાખે દાન દયા પંન્યાસનો રે, શિષ્ય સોભાગ્યવિમળ સુખકાર. નમો ૧૨