________________
સ્તવન વિભાગ
(૪૬) શ્રી ઋષભદેવ જિન સ્તવન
(રાગ પુસ્ખલવઈ વિજયે જ્યોરે)
પરમ પુરુષ પરમેષ્ઠિમાં ૨ે જે પરમાતમ જ્યોતિ, પાપ તિમિર આગળ કહે રે, જેહને કવિ ઉદ્યોત. અતુલ બળ અરિહા રિષભ જિનેશ. ૧ જેણે વૈરાગ્ય સંમોહથી રે, છેઘો ભવોભવ પાશ; જેહ ભણી અહોનિશિ નમે રે, સુરનર વાસવરાશ. અ૦ ૨ પુરૂષારથ સાધન ક્રિયા રે, જિણથી પ્રગટ સ્વરૂપ; જેહના જ્ઞાનસમુદ્રમાં રે, ષટ્ દ્રવ્ય રત્ન અનુપ. અ૦ ૩ રત્નત્રયી . જેહને વિષે રે, જીમ ત્રિપદી જગમાંહી; હોય સકલ સાધક તણી રે, સહું તે મનમાંહી. અ૦૪ શરણપણે તે પ્રત્યે ગ્રહું રે, તિણે હું નાથ સનાથ; તેહ ભણી વંદન કરું રે, તિણથી બહુ નિજ આથ. અ૦ ૫ ભવભવ કિંકર તેહનો રે, તસ ચરસે મુજવાસ; તાસ વિષય ગુણ બોલતાં રે, ચિર સંચિત અઘનાશ. અ૦ ૬ પ્રથમ મહિપ પહેલો મુનિ રે, પ્રથમ જિણંદ દયાળ; ખિમાવિજય જિન સેવતાં રે, ઉત્તમ લહે ગુણમાળ. અ૦ ૭
(૪૭) શ્રી શત્રુંજય
સ્તવન
ચાલો ચાલોને જઈએ સોરઠ દેશમાંરે, જિહાં પુંડરીક ગિારિ પ્રખ્યાત; નમો નેહ ધરી ગિરિરાજને રે, એ તરણ તારણ તીર્થ જાણીએરે, ગિરિ મહિમા અપરંપાર નમો૦ ૧
(સાખી-) અનંતા મુનિવર એ ગિરિ; પામ્યા શિવવધૂ નાર; વળી અનંતા અહીંકને, પામશે ભવનો પાર; નહિ સંદેહ એમાં આણશો રે, જેની શાસ્ત્રમાં છે ઘણી શાખ. નમો૦ ૨ (સાખી-) અઢાર કોડાકોડી સાગરૂ, નાભિરાયા કુલચંદ, પ્રથમ ધર્મ ચલાવતા, મરૂદેવીનો નંદ; લાખ ત્યાસી પૂરવ ઘરમાં રહી રે, પ્રભુ દે છે વરસીદાન. નમો૦ ૩
૧૧૭