SearchBrowseAboutContactDonate
Page Preview
Page 147
Loading...
Download File
Download File
Page Text
________________ અહંદ-ગુણ-વારિધિ-નરેન્દ્ર-નૌકા - સર્વ મંગળમાં પહેલું મંગળ, તપધારી ભગવાન; ચારિત્ર દર્શન ગુણના સાગર, કરો જગત કલ્યાણ. આવો આવો આદીશ્વર દાદા, ગ્રહો ઈક્ષરસ દાન. આવો૦ ૮ (૪૫) શ્રી આદિનાથ ભગવંતનું સ્તવન BE રૂષભ જિનેશ્વર સ્વામી રે અરજી માહરી, અવધારો કંઈ ત્રણ ભુવનના દેવ જો; કરૂણાનંદ અખંડ રે જ્યોતી સ્વરૂપ છો, એહવા જોઈને મેં આદરી તુમ સેવ જો. ૧ લાખ ચોરાશી યોનિ રે વારોવાર હું ભમ્યો, ચોવીશે દંડકે ઊભગ્યું મારું મન જો; નિગોદાદિક ફરસી રે સ્થાવર હું થયો, એમ રે ભમતો આવ્યો વિગલેંદ્રી ઉપન્ન જો. ૨ તિર્યંચ પંચેન્દ્રિ તણા રે ભવ મેં બહું કર્યા, ફરસી ફરસી ચૌદ રાજ મહારાજ જો; દશ દ્રષ્ટાંતે દોહીલો મનુષ્યજન્મ અવતર્યો, એમ રે ચઢતો આવ્યો શેરીએ શિવકાજ જો. ૩ જગત તણાં બંધવ રે જગ સથ્થવાહ છો, જગતગુરુ જગરખ્ખણ એ દેવ જો. અજરામર અવિનાશી રે જ્યોતિ સ્વરૂપ છો, સુરનર કરતાં તુજ ચરણની સેવ જો. ૪ મરુદેવીના નંદન રે વંદના માહરી, અવધારો કંઈ પ્રભુજી મહારાજ જો, ચૌદ રાજનો ઉચ્છીષ્ટ પ્રભુજી તારીયે, દીજીયે રે કઈ વંછિત ફળ જિનરાજ જો. ૫ વંદના નિસુણી રે પરમ સુખ દીજીએ, કીજીયે રે કંઈ જન્મ મરણ દુઃખ દૂરજો; પદ્મવિજયજી સુપસાયે રે રૂષભ જિન ભેટીયા, જિત વંદે કંઈ પ્રહ ઊગમતે સૂર જો, ૬ - ૧ ૧ ૬
SR No.032082
Book TitleNarendra Nauka
Original Sutra AuthorN/A
AuthorVidyutprabhashreeji
PublisherSuthari Jain Sangh
Publication Year1996
Total Pages642
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy