________________
સ્તવન વિભાગ
જીહો, નાભિ નરીદમલ્હાર, પાવનકીધી વસુંધરા જીહો, પૂર્વ નવાણું વાર કે. મોહન૦ ૩. પુંડરીક મુનિ મુગતે ગયા હો, સાથે મુનિ પંચક્રોડ, પુંડરીક ગિરિવર એ થયા જીહો, નમો નમો બે કર જોડ કે. મોહન૦ ૪. એણે તીર્થે સિધ્યા ઘણા, જીહો સાધુ અનંતી ક્રોડ, ત્રણ ભુવનમાં જોયતાં જીહો, નહીં કોઈ એહની જોડ કે. મોહન૦ ૫. મનવંછીત સુખ મેળવે જીહો, જપતા એ ગિરિરાજ, દ્રવ્ય ભાવ વૈરી તણો જીહો; ભય જાય સવી ભાંજકે. મોહન૦ ૬. વાચક રામવિજય કહે જીહો, નમો નમો તીરથ એહ; શિવમંદિરની શ્રેણ છે; જો એહમાં નહીં સંદેહ કે. મોહન૦ ૭.
(૪૪) શ્રી આદિનાથ પ્રભુનું (અક્ષય તૃતિયાનું) સ્તવન
( રાગ-જાઓ જાઓ એ મેરે સાધુ, રહો ગુરુ કે સંગ)
આવો આવો આદીશ્વર દાદા, ગ્રહો ઈક્ષુરસ દાન ટેક૦ નાભિનંદન વિનીતા મંડન, ઋષભદેવ ગુણવાન; ચાર હજાર મનુષ્યો સાથે, યોગી બન્યા પ્રધાન આવો૦ ૧ લોકો આપે કન્યા ઘોડા, ભિક્ષાવિધિના અજાણ; સ્વીકારે નહીં તેને પ્રભુજી, ચાર જ્ઞાનથી જાણ. આવો૦ ૨ સાથના સઘળા છૂટા થઈને, વક્રિયા વન વેરાન; હસ્તીનાપુર નાથ પધાર્યાં, ફરતા વરસ પ્રમાણ. આવો૦ ૩ શ્રેયાંસે સમજી પોકારી, બોલાવ્યા ભગવાન; વિનતિ કરી દાદા દાસનું, સ્વીકારો આ દાન. આવો૦ ૪ શ્રી શ્રેયાંસે એમ ભાવતા, ઈશુ ૨સે બહુમાન; પારણું વાર્ષિક તપનું કરાવી, સાધ્યું નિજ કલ્યાણ. આવો૦ ૫ ધન્ય દિવસ ધન્ય ભાગ્ય હમારા, શાસનના સુલતાન; અમ આંગણીએ આજ પધાર્યાં, શાં શાં કરૂં સન્માન. આવો૦ ૬ અક્ષય ત્રીજને ઉત્તમ દિવસે, પહેલું એ મુનિદાન; વાર્ષિક તપ અ જગમાં મોટું, જેમ ગ્રહ ગણમાં ભાણ. આવો૦ ૭
૧૧૫