________________
અર્હદ-ગુણ-વારિધિ-નરેન્દ્ર-નૌકા
તારંગે અજિત હારિયે, દુઃખ વારિયે રે, થરાત્રે શ્રી મહાવીર, તી૦ નવા રે નગરનાં દેહરાં; બાવન ભલા રે; શા રાયશી વર્હુમાન ભરાવ્યાં બિંબ. તી૦ ૭
શ્રી નાડુલાઈ જાદવો, ગોડી સ્તવો રે, શ્રી વરકાણો પાસ તી નંદીશ્વરનાં દેહરાં, બાવન ભલાં રે, રુચક કુંડલે ચાર ચાર.
તી૦ ૮
શાશ્વતી અશાશ્વતી પ્રતિમા છતી રે, સ્વર્ગમૃત્યુ પાતાલ; તી તીરથયાત્રાફલ તિહાં, હોજો મુજ ઈહાં રે, સમયસુંદર કહે એમ. તી૦ ૯
(૪૨) શ્રી ઋષભદેવ
વન
(રાગ-તોરણથી વર પાછો જાય રે રાજુલ બેની)
તુમ દરિશન ભલે પાયો, પ્રથમ જિન તુમ દરિશન ભલે પાયો. નાભિ નરેસર નંદન નિરૂપમ, માતા મરૂદેવી જાયો. પ્ર૦ ૧. આજ અમિરસ જલધર વુઠો, માનું ગંગાજલે ન્હાયો; સુરતરુ સુરમણિ પ્રમુખ અનુપમ, તે સવી આજ મેં પાયો. પ્ર૦ ૨. યુગલા ધર્મ નિવારણ તારણ, જગ જસ મંડપ છાયો, પ્રભુ તુજ શાસન વાસન સમકિત, અંતર વૈરી હટાયો. પ્ર ૩. કુગુરુ-કુદેવ-કુધર્મની વાસે, મિથ્યામતમેં ફસાયો, મેં પ્રભુ આજથી નિશ્ચય કીનો, સવી મિથ્યાત્વ ગમાયો. પ્ર૦ ૪. બેર બેર કરું વિનંતી ઈતની તુમ સેવારસ પાયો; ‘“જ્ઞાનવિમલ” પ્રભુ સાહિબ નજરે, સમકિત પૂરણ સવાયો. પ્રથમજિન ! તુમ દરશન ભલે પાયો. પ્ર૦ ૫.
(૪૩) રાયણનું સ્તવન
ઉમૈયા મુજને ઘણી જીહો ભેટું વિમલગિરિરાય, દોઈતરા મુજ પાંખડી હો લળી લળી લાગતું પાય કે મોહનગારા હો રાજ રૂડા. મારા સાંભળ સલુણા સુડા૦ ૧. શેત્રુંજો શિખર સોહામણો, જીહો ધન્ય ધન્ય રાયણરૂખ, ધન્ય પગલા પ્રભુજી તણાં જીહો, દીઠડે ભાંગે ભુખ કે મોહન૦ ૨. ઈણી ગિરિઆવી સામોસર્યા
૧૧૪