________________
સ્તવન વિભાગ
દાણ રે. જિનજી ! મુજ૦ ૧૬. તું ઉપકારી ગુWણનીલોજી, તું સેવક પ્રતિપાળ; તું સમરથ સુખ પૂરવાજી, કર માહરી સંભાળ રે. જિનાજી ! મુજ૦ ૧૭. તુજ ને શું કહીએ ઘણુંજી, તું સહુ વાતે રે જાણ, મુજને થાજો-સાહિબાજી ! ભવ ભવ તાહરી આણ રે. જિનાજી! મુજ) ૧૮. નાભિરાયાકુળ ચંદલોજી, મરૂદેવીનો રે નંદ; કહે જિન હરખ નિવાજજોજી, દેજો પરમાનંદ રે. જિનજી! મુજ૦ ૧૯.
E (૩૫) શ્રી શત્રુંજય સ્તવન ડુંગર ટાઢો ને ડુંગર શીતલો, ડુંગર સિધ્યા અનંત રે, ડુંગર પોલો ને ડુંગર ફુટડો, ત્યાં વસે મારૂદેવીનો નંદ રે. ત્યાં વસે સુનંદાનો કંથ રે, ફુલના ચોસર પ્રભુજીને શિર ચડે. ૧ પહેલે આરે શ્રી પુંડરીકગિરિ, એંશી જોજનનું પ્રમાણ રે; બીજો સીત્તેર જોજન જાણીએ, તીજે સાઠ જોજનનું માન રે. ૨ ચોથે આરે પચાસ જોજન જાણીએ, પાંચમે બાર જોજનનું માન રે, છકે આરે સાત હાથ જાણીએ, એણી પરે બોલે શ્રી વર્ધમાન રે. ૩ એણે ગિરિ રૂષભ નિણંદ સમોસર્યા પ્રભુજી પૂર્વ નવાણું વાર રે; જાત્રા નવાણું જે જુગતે કરે, ઘન ઘન તે નરનો અવતાર રે. ૪ જે નર શત્રુંજય ભેટ્યા સહી, જે નરે પુજ્યા આદિ જિણંદ રે; દાન સુપાત્રે જેણે દીધું સહી, તે નાવે ફરી ગર્ભાવાસ રે. ૫ જે નર શત્રુંજય ભેટ્યા નહીં, જેણે ન પૂજ્યા આદિ જિર્ણદરે; દાન સુપાત્રે જેણે દીધું નહીં, તસ નવી છુટે કર્મનો પાસ રે, એમ કહે રૂપ વિજયનો દાસ રે, પૂરો પ્રભુજી મારી આશ રે. ૬ ક (૩૬) શ્રી આદીશ્વર જિનસ્તવન HF
(રાગ તેરી પ્યારી પ્યારી) હું તો પામ્યો પ્રભુના પાય રે, આણ ન લોપું રે. (૨) સાંભળી તારા વેણ રે, કાનમાં રોપુ રે. (૨)
(૧૦૯F