SearchBrowseAboutContactDonate
Page Preview
Page 138
Loading...
Download File
Download File
Page Text
________________ સ્તવન વિભાગ દ્રૌપદીએ જિનપ્રતિમા પૂજી, સૂત્રમાં સાખ ઠરાણી; છદ્દે અંગે તે વીરે ભાખ્યું, ગણધર પૂરે સાખી. હો કુમતિ) ૩ સંવત નવસે ત્રાણુ વરસે, વિમળ મંત્રીશ્વર જે; આબુતણા જેણે દેહરાં કરાવ્યાં, છ હજાર બિંબ સ્થાપ્યાં. હો કુમતિ) ૪ સંવત અગિયાર નવ્વાણું વરસે, રાજા કુમારપાળ; પાંચ હજાર પ્રાસાદ કરાવ્યાં, સાત હજાર બિંબ સ્થાપ્યા. હો કુમતિ) ૫ સંવત બાર પંચાણું વરસે, વસ્તુપાળ ને તેજપાળ; પાંચ હજાર પ્રાસાદ કરાવ્યાં, અગીયાર હજાર બિંબ સ્થાપ્યા. હો કુમતિ) ૬ સંવત બાર બહોતેર વરસે, સંઘવી ધન્નો જેહ, રાણકપુર જેણે દેહરા કરાવ્યાં, ક્રોડ નવ્વાણું દ્રવ્ય ખરચ્યાં. હો કુમતિ) ૭ સંવત તેર એકોતેર વરસે, સમરોશા રંગ શેઠ; ઉધ્ધાર પંદરમો શેત્રુજે કીધો, અગીયાર લાખ દ્રવ્ય ખરચ્યાં. હો કુમતિ) ૮ સંવત સોલ બહોતેર વરસે, બાદશાહને વારે; ઉધ્ધાર સોલમો શેત્રુજે કીધો, કરમશાહે જસ લીધો. હો કુમતિo ૯ એ જિનપ્રતિમા જિનવર સરખી, પૂજો ત્રિવિધ તુમે પ્રાણી; જિનપ્રતિમામાં સંદેહ ન રાખો, વાચક જસની વાણી. હો કુમતિ) ૧૦ Eવ (૩૪) , સુણ જિનવર શેત્રુંજા ધણીજી, દાસ તણી અરદાસ; તુજ આગળ બાળક પરેજી, હું તો કરૂં ખાસ રે જિનજી ! મુજ [૧૦૭
SR No.032082
Book TitleNarendra Nauka
Original Sutra AuthorN/A
AuthorVidyutprabhashreeji
PublisherSuthari Jain Sangh
Publication Year1996
Total Pages642
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy