SearchBrowseAboutContactDonate
Page Preview
Page 137
Loading...
Download File
Download File
Page Text
________________ અર્હદ-ગુણ-વારિધિ-નરેન્દ્ર-નૌકા ૬ (૩૨) શ્રી સિદ્ધાચલજીનું સ્તવન વિમલ ગિરિવર, શિખર સુંદર, સકલ તીરથ સાર રે; નાભિનંદન ત્રિજગવંદન ઋષભજિન સુખકાર રે. ચૈત્ર તરુવર, રુખરાયણ સોહે અતિ મનોહાર રે; નાભિનંદન તણા પગલાં ભેટતા મનોહાર રે. સમવસરીયા આદિ જિનવર, જાણી લાભ અનંત રે; અજિત શાંતિ ચૌમાસું રહિયા, ઈમ અનંત મહંત રે. ૩ પુંડરીક સાધુ સિધ્યા તિહાં અનંતા, શાંબ પ્રદ્યુમ્ન પાંડવ, પ્રમુખ બહુ નેમિજિનના શિષ્ય થાવા, સહસ પરિવાર રે; અંતગડજી સૂત્રમાંહી, જ્ઞાતાસૂત્ર મોઝાર રે. ભાવસહિત ભવિ જેહ ફરસે, સિદ્ધક્ષેત્ર સુઠામ રે; નરક તિરિ દો નિવારે, જપે લાખ જિન નામ રે. રયણમય જે ઋષભ પ્રતિમા, પંચસય ધનુ માન રે; નિત્ય પ્રત્યે જિહાં ઇંદ્ર પુજે, દૂષમ સમય પ્રમાણ રે. ત્રીજે ભવે તે મુક્તિ પહોંચે, ભવિક ભેટે જેહ રે; દેવ સાન્નિધ્ય સકલ વંછિત, પૂરવે સસસ્નેહ રે. ८ એણી પેરે જેહનો સબલ મહિમા, કહ્યો શાસ્ત્ર મોઝાર રે; જ્ઞાનવિમલ ગિરિ ધ્યાન ધરતા, આવાગમન નિવાર રે. ૯ ૧ ગણધાર રે; અણગાર રે. ૧૦૬ (૩૩) જિનબિંબ સ્થાપન સ્તવન ભરતાદિકે ઉદ્ધાર જ કીધો, શત્રુંજય મોઝાર; સોનાતણા જેણે દેહરાં કરાવ્યાં, રત્નતણા બિંબ સ્થાપ્યા; હો કુમતિ ! કાં પ્રતિમા ઉથાપી, એ જિનવચને થાપી. હો કુમતિ ૧ રાય સુજાણ; વીર પછી બસે નેવું વરસે,સંપ્રતિ સવા લાખ પ્રાસાદ કરાવ્યાં,, સવા ક્રોડ બિંબ સ્થાપ્યાં. હો કુમતિ૦ ૨
SR No.032082
Book TitleNarendra Nauka
Original Sutra AuthorN/A
AuthorVidyutprabhashreeji
PublisherSuthari Jain Sangh
Publication Year1996
Total Pages642
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy