________________
સ્તવન વિભાગ
મણિમય મૂરતિ શ્રી ઋષભની, નીપાઈ અભિરામ, ભવન કરાવ્યાં કનકનાં, રાખ્યાં ભરતે નામ. શ્રી ૨૦ ૨ નેમિ વિના ત્રેવીસ પ્રભુ, આવ્યા સિદ્ધક્ષેત્ર જાણી; શેત્રુંજા સમું તીરથ નહીં, બોલ્યા સીમંધર વાણી. શ્રી રે૦ ૩ પૂરવ નવા સમોસર્યા સ્વામી ઋષભજિણંદ; રામ પાંડવ મુગતે ગયા, પામ્યા પરમાનંદ. શ્રી ૨૦ ૪ પૂરવ પુણ્ય પસાઉલે, પુંડરીકંગિર પાયો; કાંતિવિજય હરખે કરી, શ્રી સિદ્ધાચલ ગાયો. શ્રી રે૦ ૫
૬ (૩૧) સિદ્ધાચલવાસી આદિનાથ સ્તવન સિદ્ધાચલના વાસી, વિમલાચલના વાસી,
જિનજી પ્યારા ! આદિનાથને વન્દન હમારા; પ્રભુજીનું મુખડું મલકે, નયનોમાંથી વરસે અમીરસધારા, જિનજી પ્યારા ! આદિનાથને વન્દન હમારા;
૧
પ્રભુજીનું મુખડું છે મલક મિલાકર, દિલમેં ભક્તિકી જ્યોત જલાકર ભજલે પ્રભુજીને ભાવે, દુર્ગતિ ફરી ન આવે;
જિનજી પ્યારા ! આદિનાથને વન્દન હમારા;
ભમીને લાખ ચોરાશી હું આવ્યો, પુન્યે દરિશન તુમારું પામ્યો; ધન્ય દિન મારો, ભવનો ફેરો ટાળો,
જિનજી પ્યારા ! આદિનાથને વન્દન હમારા;
અમે તો માયાના વિલાસી, તુમે તો મુક્તિપુરીના વાસી; કર્મબંધન કાપો, મોક્ષસુખ આપો;
જિનજી પ્યારા ! આદિનાથને વન્દન હમારા;
૨
૧૦૫
૩
૪
અરજી ઉરમાં ધરજો અમારી, અમને આશા છે પ્રભુજી તુમારી, કહે હર્ષ હવે સાચા સ્વામી તુમે, પૂજન કરીએ અમે; જિનજી પ્યારા ! આદિનાથને વન્દન હમારા;
૫