________________
અદ-ગુણ-વારિધિ-નરેન્દ્ર-નૌકા
દરબાર, હાં હાં દાદાને દરબાર, દાદા આદીશ્વરજી) ૨. કોઈ મૂકે સોના-રૂપા, કોઈ મૂકે મહોર, કોઈ મૂકે ચપટી ચોખા, દાદાને દરબાર, હાં હાં દાદાને દરબાર. દાદા આદીશ્વરજી) ૩. શેઠ મૂકે સોના-રૂપા, રાજા મૂકે મહોર; હું મૂકું ચપટી ચોખા, દાદાને દરબાર, દાદા આદીશ્વરજી ૪. કોઈ માગે કંચનકાયા, કોઈ માગે આખ, કોઈ માગે ચરણની સેવા, દાદાને દરબાર, હાં હાં દાદાને દરબાર. દાદા આદીશ્વરજી) ૫. રોગી માંગે કંચનકાયા, આંધળો માંગે આંખ; હું માનું ચરણની સેવા, દાદાને દરબાર, હાં હાં દાદાને દરબાર. દાદા આદીશ્વરજી૦ ૬. હીરવિજય ગુરુ હીરલો ને વીરવિજય ગુણ ગાય; શત્રુંજયના દર્શન કરતાં આનંદ અપાર. હાં હાં આનંદ અપાર, દાદા આદીશ્વરજી; દૂરથી આવ્યો, દાદા દરિશન દીયો. ૭.
HE (૨૯) E જગચિંતામણિ જગગુરુ, જગતશરણ આધાર લાલ રે; અઢાર ક્રોડાકોડી સાગરે, ધર્મ ચલાવણહાર લાલ રે. ૧ અસાડ વદિ ચોથે પ્રભુ, સ્વર્ગથી લીયે અવતાર લાલ રે; ચૈત્ર વદિ આઠમ દિને, જનમ્યા જગદાધાર લાલ રે. ૨ પાંચશે ધનુષની દેહડી, સોવનવર્ણ શરીર લાલ રે; ચૈત્ર વદી આઠમે લીયે, સંયમ મહાવડવીર લાલ રે. ૩ ફાગણ વદિ અગ્યારશે, પામ્યા પંચમ નાણ લાલ રે; મહા વદિતેરશે શિવ વર્યા, યોગનિરોધ કરી જાણ લાલ રે. ૪ લાખ ચોરાશી પુર્વતણું, જિનવર ઉત્તમ આયુ લાલ રે. પદ્મવિજય કહે પ્રણમતાં, વહેલું શિવસુખ થાય લાલ રે. ૫
F (૩૦) gE શ્રી રે સિદ્ધાચલ ભેટવા, મુજ મન અધિક ઉમાહ્યો; ઋષભદેવ પૂજા કરી, લીજે ભવતણો લાહો. શ્રી રે ૧
૧૦૪