________________
સ્તવન વિભાગ
અડકે નહિ રે ક્યું સોવન ધન રોક. ઋષભ૦ ૪. જ્ઞાનવિમલ પ્રભુ જસ શિરે રે, તસ ખસે ભવ પરવાહ કરતલગત શિવસુંદરી મળે સહજ ધરી ઉચ્છાહ. ઋષભ૦ ૫ -
| H (૨૭) , તે દિન ક્યારે આવશે, શ્રી સિદ્ધાચલ જાશું ઋષભ નિણંદ જીહારીને, સૂરજકુંડમાં નહાશું. તે દિન ૧ સમવસરણમાં બેસીને, જિનવરની વાણી; " સાંભળશું સાચે મને, પરમારથ જાણી. તે દિન ૨ સમકિત વ્રત સૂધાં ધરી, સદગુરૂને વંદી, પાપ સર્વ આલોઈને, નિજ આતમ નિંદી. તે દિન) ૩ પડિક્કમણાં દોય ટંકનાં, કરશું મન કોડે; વિષય કષાય વિસારીને, તપ કરીશું તોડે. તે દિન ૪ વહાલા ને વૈરી વિચે, નવિ કરશું વહેરો; પરના અવગુણ દેખીને, નવિ કરશું ચહેરો. તે દિન) ૫ ધર્મસ્થાનક ધન વાપરી, છક્કાયને હેત; પંચમહાવ્રત લેઈને, પાળશું મન પ્રીતે. તે દિન ૬ કાયાની માયા મેલીને, પરિસહને સહેલું; સુખ-દુઃખ સરવે વિસારીને, સમભાવે રહીશું. તે દિન૦ ૭ અરિહંતદેવને ઓળખી, ગુણ તેહના ગાશું ઉદયરત્ન એમ ઉચ્ચરે, ત્યારે નિર્મળ થાશું. તે દિન ૮
(૨૮) દાદા આદીશ્વરજી દૂરથી આવ્યો, દાદા દરિશન દીયો; કોઈ આવે હાથી ઘોડે, કોઈ આવે ચડે પાલખી, કોઈ આવે પગપાળે, દાદાને દરબાર; હાં હાં દાદાને દરબાર, દાદા આદીશ્વરજી દૂરથી આવ્યો, દાદા દરિશન દીયો. ૧. શેઠ આવે હાથી ઘોડે, રાજા આવે ચડે પલાણે; હું આવું પગપાળે, દાદાને
૧૧૦૩F