________________
અહદ-ગુણ-વારિધિ-નરેન્દ્ર-નૌકા
જે સઘળાં તીરથ કહ્યાં, જાત્રાફળ કહીએ; તેહથી એ ગિરિ ભેટતાં, શતગણું ફળ લહીએ. વિમલા ૪ જનમ સફળ હોય તેહનો, જે એ ગિરિ વંદે; સુજસવિજય સંપદ લહે, તે નર ચિર નંદ. વિમલા૦ ૫
(૨૫) FE. સિદ્ધાચલ ગિરિ ભેટ્યા રે, ધન્ય ભાગ્ય હમારાં. એ આંકણી. એ ગિરિવરનો મહિમા મોટો, કહેતાં ન આવે પારા; રાયણ રૂખ સમોસર્યા સ્વામી, પૂરવ નવાણું વારા રે. ૧૦ ૧ મૂળનાયક શ્રી આદિજિનેશ્વર, ચૌમુખ પ્રતિમા ચાર; અષ્ટ દ્રવ્યશું પૂજો ભાવે, સમકિત મૂલ આધાર રે. ૧૦ ૨ ભાવભક્તિશું પ્રભુ ગુણ ગાતાં, અપના જન્મ સુધારા, યાત્રા કરી ભવિજન શુભ ભાવે, નરક તિર્યંચ ગતિ વારા રે. ધ૦ ૩ દૂર દેશાંતરથી હું આવ્યો, શ્રવણે ગુણ તારા; પતિત-ઉદ્ધારણ બિરૂદ તમારૂં, એ તીરથ જગ સારા રે. ૧૦ ૪ સંવત અઢાર ત્યાસી માસ અષાઢો, વદિ આઠમ ભોમવાર; પ્રભુજી ચરણ પ્રતાપ કે સંઘમેં ખિમારતન પ્રભુ પ્યારારે. ૧૦ ૫
F (૨૬) FEL તું ત્રિભુવન સુખકાર, ઋષભજિન ! તું ત્રિભુવન સુખકાર શત્રુંજયગિરિ શણગાર. ઋષભ૦, ભૂષણ ભરત મઝાર-ઋષભ, આદિ પુરુષ અવતાર. ઋષભ૦ (એ આંકણી) તુમ ચરણે પાવન કર્યું રે, પૂર્વ નવાણું વાર, તેણે તિરથ સમરથ થયું રે, કરવા જગત ઉદ્ધાર . ઋષભ૦ ૧. અવર તે ગિરિ પર્વતે વડા રે, એહ થયો ગિરિરાજ; સિદ્ધ અનંતા ઈહાં થયાં રે, વળી આવ્યા અવર જિનરાજ. ઋષભ૦ ૨ સુંદરતા સુરસદનથી રે, અધિક જિહાં પ્રાસાદ; બિંબ અનેકે શોભતો રે, દીઠે ટળે વિખવાદ. ઋષભ૦ ૩. ભેટણ કાજે ઉમહ્યા રે, આવે સવિ ભવિ લોક, કલિમલ તસ
{૧૦૨E