________________
સ્તવન વિભાગ
કોના છોરૂ ને માવડી, એ તો છે વીતરાગ રે; એણીપરે ભાવના ભાવતાં, ક્વલ પામ્યા મહા ભાગ રે. ઋO ૧૩ ગયવર ખંધે મુગતે ગયા, અંતગડ કેવલી એહ રે; વંદો પુત્ર ને માવડી, આણી અધીકો સ્નેહ રે. ઋ૦ ૧૪ ઋષભની શોભા મેં વરણવી, સમક્તિ પુર મોઝાર રે; સિદ્ધગિરિ માહાભ્ય સાંભળો, સંઘને જયજયકાર રે. ઋ૦ ૧૫ સંવત અઢાર એસીયે, માગસર માસ કહાય રે, દીપવિજય કવિરાયનો, મંગળ માળ સોહાય રે. ૦ ૧૬ ૧. દરેક બાજુ પ્રભુ પાસે બબ્બે હોવાથી કુલ આઠ ચામરધારી દેવો હોય છે.
ક (૧૭) પ્રથમ જિનેશ્વરપ્રભુનું સ્તવન પ્રથમ જિનેશ્વર પ્રણમીએ, જાસ સુગંધી રે કાય; કલ્પવૃક્ષ પરે તાસ ઈન્દ્રાણી નયન જે, ભૃગ પરે લપટાય. ૧ રોગ ઉરગ તુજ નવિ નડે, અમૃત જે આસ્વાદ; તેહથી પ્રતિહત તેહ માનું કોઈ નવી કરે, જગમાં તુમશું રે વાદ. ૨ વગર ધોઈ તુજ નિરમળી, કાયા કંચન વાન; નહીં પ્રસ્વેદ લગાર તારે તું તેહને, જે ઘરે તારું ધ્યાન. ૩ રાગ ગયો તુજ મન થકી, તેહમાં ચિત્ર ન કોય; રૂધિર આમિષથી રોગ ગયો તુજ જન્મથી, દૂધ સહોદર હોય. ૪ શ્વાસોશ્વાસ કમલ સમો, તુજ લોકોત્તર વાત; દેખે ન આહાર નિહાર ચર્મ ચક્ષુ ઘણી, એહવા તુજ અવદાત. ૫ ચાર અતિશય મૂળથી, ઓગણીશ દેવના કીધ; કર્મ ખપ્પાથી અગ્યાર ચોત્રીશ ઈમ અતિશયા, સમવાયાંગે પ્રસિદ્ધ. ૬ જિન ઉત્તમ ગુણ ગાવતાં, ગુણ આવે નિજ અંગ; પદ્મવિજય કહે એહ સમય પ્રભુ પાળજો,
જેમ થાઉં અક્ષય અભંગ. પ્રથમ0 ૭