________________
અહંદ-ગુણ-વારિધિ-નરેન્દ્ર-નૌકા gi (૧૮) શ્રી આદિનાથ પ્રભુનું સ્તવન BE જીરે સફલ દિવસ આજ માહરો, દીઠો પ્રભુનો દેદાર; લય લાગી જિનજી થકી, પ્રગટ્યો પ્રેમ અપાર; ઘડી એક વિસરો નહિ સાહિબા, સાહિબા ઘણો રે સ્નેહ, અંતરજામી છો માહરા, મરૂદેવીના નંદ. ઘડી. ૧ જીરે લઘુ થઈને મનડું રહી, પ્રભુ સેવાને કાજ; તે દિન ક્યારે આવશે, શિવસુખના દાતાર. ઘડી. ૨ જીરે પ્રાણેસર પ્રભુજી તુમે, આતમના આધાર; માહરે મન પ્રભુ તુમ એક છો, જાણજો જગદાધાર. ઘડી૩ જીરે એક ઘડી પ્રભુ તમ વિના, જાણે વરસ સમાન; પ્રેમવિરહ તુજ કેમ ખમું, જાણે વચન પ્રમાણ વડી. ૪ જીરે અંતરગતની વાતડી, કહો કોને કહેવાય; વાલેસર વિશ્વાસીને, કહેતાં દુઃખ જાય. ઘડી. ૫ જીરે દેવ અનેક જગમાંહે છે, તેહની રીત અનેક; તુજ વિના અવરને નહીં નમું, એવી મુજ મન ટેક. ઘડી ૬ જીરે પંડિત વિવેકવિજય તણો, નમે શુભ મન ભાય; હર્ષવિજય શ્રી ઋષભના, જુગતે ગુણ ગાય. ઘડી૭
(૧૯) SE બાપલડારે પાતિકડાં તમે શું કરશો હવે રહીને રે, શ્રી સિદ્ધાચલ નયણે નિરખ્યો, દૂર જાઓ તમે વહીને રે.
| બાપલડાં, રે ૧ કાલ અનાદિલગે તુમ સાથે, પ્રીત કરી નિરવહીને રે; આજ થકી પ્રભુ ચરણે રહેવું, એમ શિખવીયું મનને રે.
| બાપલડાં રે૦ ૨ દુઃષમકાળે ઈણે ભરતે, મુક્તિ નહીં સંઘયણને રે, પણ તુમ ભક્તિ મુક્તિને ખેંચે, ચમક ઉપલ જેમ લોહને રે.
બાપલડાં રે૦ ૩
૯૮