________________
–
સ્તવન વિભાગ
)
આવે સૈયરું દયા મળીને, પૂછીએ નિમિત્ત વિચાર; રીખવ કુંવર આવે ઘરે રે, તેને લાખ કરૂં રે પસાય.
- ઋષભ ઘરે આવશે૦ ૭ ભરતાદિક સુત છે ઘણા ને, તું કાં ગયો પરદેશ; લોભ ન કરીએ બાલુડા, તારે ઘરે છે ઘણી રે જગીશ.
| ઋષભ ઘરે આવશે૦ ૮ હંસ લવે કોયલ લવે ને, લવતે દેવ ગયા દૂર; અલવેશ્વર આવે ઘરે, ઓલો કાગ લવે મોરે નેહ.
| ઋષભ ઘરે આવશે, ૯ રતને જડવું તુજ પાંખડીને, ઉડ તું કાગ સુજાણ; રીખવ કુંવર આવે ઘરે, તેની ઘણી રે કરૂં ગુણ અંત.
ઋષભ ઘરે આવશે) ૧૦ ભરતે તે દીધી વધામણી ને, સત્ય દેખાડું મોરી માય; સમવસરણ દેવે રચ્યું, આવી બેઠા ત્રિભુવન રાય.
| ઋષભ ઘરે આવશ૦ ૧૧ ગજ અંબાડી બેસાડીઆ ને, આવ્યા ભરતેશ્વર રાય; દુર્લભ દીઠા પુત્ર તણાં, ત્યારે હરખ્યા મરૂદેવી માય.
| ઋષભ ઘરે આવશે ૧૨ હરખનાં આંસુ આવ્યા ને, નયણે તે નીર ઝરંત; પર સદા સર્વે સુણી સુણી, ત્યારે હૈડામાં હરખ ન માય.
ઋષભ ઘરે આવશે) ૧૩ સમવસરણ આવી કરીને, તું વચ્છ નીલ કાયવાન; જગમાં કોઈ કોનો નહિ, હવે સગપણ શ્યોરે સનેહ.
| ઋષભ ઘરે આવશે) ૧૪ એમ જપતાં મુગતે ગયા ને, ઉપનું તે કેવલજ્ઞાન; હંસવિજય કુલચંદલો, તેની ભક્તિ કરૂં દિનરાત.
| ઋષભ ઘરે આવશે) ૧૫
૧૫ -
૯૫