________________
સ્તવન વિભાગ
0ારી.
= (૧૩) શ્રી ઋષભદેવનું સ્તવન 5
(રાગ-આશાવરી) (બાજી બાજી બાજુ ભૂલ્યો બાજી) ઋષભદેવ હિતકારી, જગતગુરુ ઋષભદેવ હિતકારી; પ્રથમ તીર્થંકર પ્રથમ નરેશ્વર, પ્રથમ યતિ વ્રતધારી. જ૦ ૧ | વરસીદાન દીયો તમે જગમેં, ઈલતી ઈતિ નિવારી; એસી કાહી કરત નાહી કરુણા, સાહેબ બેર હમારી જ૦ ૨ માગત નહી હમ હાથી ઘોડે, ધન કન કંચન નારી; દીયો મોહચરણ કમલકી સેવા, એહી લાગત મોહે પ્યારી. જ૦ ૩ ભવલીલાવાસિત સુર ડારે, તું પર સબહી ઉવારી; મેં મેરો મન નિશ્ચય કીનો, તુમ આણા શિર ધારી. જ૦ ૪ એસો સાહિબ નહિ કોઈ જગમેં, યા હોય દિલદારી; દલહી દયાલ પ્રેમકે બિચે, તિહાં હઠ ખેંચે ગમારી. જ0 ૫ | તુમહી સાહેબ મેં હું બંદા યા મત દીયો બીસારી; શ્રી નયવિજય વિબુધ સેવકકે તુમ હો પરમ ઉપગારી. જ૦ ૬. (૧૪) શ્રી ઋષભદેવનું સ્તવન
(રાગ-સારંગ) માતા મરૂદેવીના નંદ, દેખી તાહરી મૂર્તી મારું મન લોભાણું જી;
મારું દિલ લોભાણેજી, દેખી તાહરી મૂરતિo કરુણા નાગર કરુણા-સાગર, કાયા કંચનવાન; ધોરીલંછન પાઉલે કાંઈ, ધનુષ પાંચસે માન, ત્રિગડે બેસી ઘર્મ કહેતા, સુણે પર્ષદા બાર; જોજનગામિની વાણી મીઠી, વરસતી જલધાર. માતા૦ ૨ ઉર્વશી રૂડી અપચ્છરા ને, રામા છે મન રંગ; પાયે નેપુર રણઝણે કાંઈ કરતી નાટારંભ. માતા) ૩ તુંહી બ્રહ્મા તુંહી વિધાતા, તું જગતારણહાર; તુજ સરીખો નહિ દેવજગતમાં, અડવડીયા આધાર. માતા. ૪
૯૩