________________
અહંદ-ગુણ-વારિધિ-નરેન્દ્ર-નૌકા
–
—
—
ભાવપૂજાએ પાવન આતમાજી, પૂજો પરમેશ્વર પરમ પવિત્ર રે; કારણ જોગે કારજ નિપજેજી, ક્ષમાવિજય જિન આગમ રીત રે.
સમક્તિ૦ ૬
gi (૧૨) આદિનાથ પ્રભુનું સ્તવન BE બાલપણે આપણ સનેહી, રમતા નવ નવ વેશે; આજ તુમે પામ્યા પ્રભુતાઈ, અમે તો સંસારને વેષે,
હો પ્રભુજી ! ઓલંભડે મત ખીજો. ૧ જો તુમ ધ્યાતા શિવસુખ લહીએ, તો તેમને કેઈ ધ્યાવે; પણ ભવસ્થિતિ પરિપાક થયા વિણ કોઈ ન મુગતિ જાવે.
હો પ્રભુજી૦ ૨ સિદ્ધ નિવાસ લહે ભવ સિદ્ધિ, તેમાં થો પાડ તુમારો; તો ઉપગાર તુમારો વહિએ, અભવ્ય સિદ્ધને તારો.
હો પ્રભુજી) ૩ નાણરયણ પામી એકાંતે, થઈ બેઠા મેવાશી; તે માંહેલો એક અંશ જો આપો, તે વાતે શાબાશી.
હો પ્રભુજી૪ અક્ષય પદ દેતાં ભવિજનને, સંકીર્ણતા નવી થાય, શિવપદ દેવા જો સમરથ છો, તો જસ લેતાં શું જાય?
હો પ્રભુજી) ૫ સેવા ગુણ રંજ્યો ભવિજનને, જો તમે કરો વડભાગી; તો તમે સ્વામી કેમ કહાવો, નિર્મમ ને નીરાગી.
હો પ્રભુજી, ૬ નાભિનંદન જગવંદન પ્યારો, જગગુરુ જગ જયકારી; રૂ૫ વિબુધનો મોહન પભણે, વૃષભ લંછન બલિહારી.
હો પ્રભુજી૦ ૭