________________
સ્તવન વિભાગ
ધન્ય! તે કાય જેણે પાય તુજ પ્રણમિયે, તુજ થણે જેહ ધન્ય! ધન્ય! જીદ્વા; ધન્ય તે હૃદય જેણે તુજ સદા સમરતાં, ધન્ય! તે રાત ને ધન્ય! દોહા. ઋષભ૦ ૭ ગુણ અનંતા સદા તુજ ખજાને ભર્યા, એક ગુણ દેત મુજ શું વિસામો રયણ એક દેત શી હાણ રયણાયરે? લોકની આપદા જેણે નાસો. ઋષભ૦ ૮ ગંગ સમ રંગ તુજ કિર્તિ કલ્લોલિની, રવિ થકી અધિક તપ તેજ તાજો, નયવિજય વિબુધ સેવક હું આપનો, જસ કહે અબ મોહે બહુ નિવાજો. ઋષભ૦ ૯
(૧૧) આદિનાથપ્રભુનું સ્તવન BE સમક્તિ દ્વાર ગભારે પેસતાંજી, પાપ પડળ ગયાં દૂર રે; માતા મરૂદેવીનો લાડલોજી, દીઠો અતિ મીઠો આનંદ પૂર રે!
સમક્તિ ) ૧ આયુ વર્જિત સાતે કર્મની જી, સાગર કોડાકોડી હીન રે; સ્થિતિ પ્રથમ કરણે કરીજી, વીર્ય અપૂર્વ મોગર લીન રે.
સમક્તિ. ૨ ભુંગળ ભાંગી આદ્ય કષાયની જી, મિથ્યાતમોહની સાંકળ સાથ રે; બાર ઉઘાડ્યાં શમ સંવેગનાં જી, અનુભવ ભવને બેઠા નાથ રે.
સમક્તિ) ૩ તોરણ બાંધ્યાં જીવદયા તણાજી, સાથીયો પૂર્યો શ્રદ્ધારૂપ રે; ધૂપઘટા પ્રભુ ગુણ અનુમોદનાજી, દીપક મંગળ આઠ અનુપ રે.
સમક્તિ ) ૪ સંવરણ પાણીયે અંગ પખાળીયાજી, કેસર-ચંદન ઉત્તમ ધ્યાન રે, આતમગુણરુચિ મૃગમદ મહમહેજી, પંચાચાર કુસુમ પ્રધાન રે.
સમક્તિ ) ૫
૯૧