SearchBrowseAboutContactDonate
Page Preview
Page 121
Loading...
Download File
Download File
Page Text
________________ અહિંદ-ગુણ-વારિધિ-નરેન્દ્ર-નૌકા E (૧૦) પ્રથમજિન (28ષભજિન) સ્તવન : (તારહો તાર પ્રભુ મુજ સેવક ભણી. એ દેશી) ઋષભ જિનરાજ મુજ આજ દિન અતિભલો, ગુણ નીલો જેણે તુજ નયન દીઠો; દુઃખ ટલ્યાં સુખ મલ્યાં સ્વામી તુજ નિરખતાં, સુકૃત સંચય હુવો પાપ નીઠો. ઋષભ૦ ૧ કલ્પશાખી ફલ્યો કામઘટ મુજ મલ્યો, આંગણે અમીયનો મેહ વૂઠો; મુજ મહિરાણ મહી ભાણ તુજ દર્શને, ક્ષય ગયો કુમતિ અંધાર જૂઠો. ઋષભ૦ ૨ કવણ નર કનક મણિ છોડી તૃણ સંગ્રહે? કવણ કુંજર તજી કરહ લેવે? કવણ બેસે તજી કલ્પતરુ બાઉલે? તુજ તજી અવર સુર કોણ સેવે? ઋષભ૦ ૩ એક મુજ ટેક સુવિવેક સાહેબ સદા, તુજ વિના દેવ દૂજો ન ઈહું, તુજ વચનરાગ સુખસાગરે ઝીલતો, કર્મભર ભ્રમ થકી હું ન બીહું. ઋષભ૦ ૪ કોડી છે દાસ વિભુ! તાહરે ભલભલા, માહરે દેવ તું એક પ્યારો; પતિતપાવન સમો જગત ઉદ્ધારકર, મહેર કરી મોહે ભવજલધિ તારો. ઋષભ.૦ ૫ મુક્તિથી અધિક તુજ ભક્તિ મુજ મન વસી, જેહશું સબળ પ્રતિબંધ લાગો; ચમક પાષાણ જિમ લોહને ખેંચશ્ય, મુક્તિને સહજ તુજ ભકિતરાગો. ઋષભ૦ ૬ ૯)
SR No.032082
Book TitleNarendra Nauka
Original Sutra AuthorN/A
AuthorVidyutprabhashreeji
PublisherSuthari Jain Sangh
Publication Year1996
Total Pages642
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy