________________
સ્તવન વિભાગ
આંખે ન આવે મુજ નિદ્રડી રે લોલ, વલી જમતા ન ભાવે ભોજન રે જનના શબ્દ કાને નવી ગમે રે લોલ, વલી બીયું તસ કેતા ઓલંબ રે. એવો નીસ્નેહ૦ ૨ ભરત પ્રત્યે દીયે ઓલંભા રે લોલ, ઘરે બેઠા છો તાત ગયા વન રે, રે રે ભરતે મુજને દાખવીયો રે લોલ, માજી મ કરો બાલુડાનો વિલાપ રે. એવો નીસ્નેહ૦ ૩ માતા પ્રત્યે ભરત વિનવે રે લોલ, માજી મુજ પર મ કરો રીસ રે; એ તો નિરાગી ત્રિકાલના રે લોલ, જાણે થયા છે નિધ્યે ઈશ રે. એવો નીસ્નેહ૦ ૪ ગજ અંબાડી બેસાડીયા રે લોલ, શબ્દ સુણી જાણીયો ખોટો સંસાર રે; ક્ષપકશ્રેણી કેવલ પામ્યા રે લોલ, તરત, ખોલ્યા છે મુક્તિના દ્વાર રે. એવો નીસ્નેહ૦ ૫ માતા સમોવડ કોઈ નહીં રે લોલ, વલી પુત્ર પણ તેવા રતન રે; બીહું પ્રત્યે કરૂં વંદના રે લોલ, આસપાસ છે વીર વચન રે. એવો નીસ્નેહ મારો બાલુડો રે લોલ. ૬ E (૯) શ્રી ઋષભજિન (બાલુડો) સ્તવન BE (આ સ્તવનની દરેક ગાથાનું પદ વદ બે વખત બોલવું) બાલુડો નીત નવી વિસરે, છોડ્યો વિનીતાનો રાજ (૨) સંજમ રમણી આરાધવા સાધ્યા આતમ કાજ
(૨)
મારે દીલ વસી રહ્યો વાલમો. ૧ માતાને મેલ્યાં એકલાં રે, જાયે દીન નવી રાત, (૨) રયણ સહાણે બેસતાં, ચાલ્યા અડવાણે પાય. (૨) મારે૦ ૨ વાલાનો નામ નવી વીસર્યો રે, જરે આંસુડાની ધાર; (૨) આંખલડી છાયા પડી, ગયાં વરસ હજાર. (૨) મારે૦ ૩ કેવલ રત્ન આપી કરી રે, પુરી માતાની આશ; (૨) સમવસરણ લીલા જોઈ, લેવા મુક્તિના રાજ. (૨) મોરે, ૪ ભક્તિવત્સલ ભગવંતના રે, નામે નિર્મલ થાય; (૨) આદિ નિણંદ આરાધતાં, મહિમા શિવસુખ થાય. (૨) મારે૦ ૫
૮૯