________________
અહંદ-ગુણ-વારિધિ-નરેન્દ્ર-નૌકા
પ્રણિધાને ભજો ગિરિ જાચો, તીર્થકર નામ નિકાચો; મોહરાયને લાગે તમાચો, શુભવીર વિમલગિરિ સાચો.
સનેહી સંત) ૭ ૧ પાખલ-આજુબાજુ. ૨. પ્રણિધાને-મનની સમાધિપૂર્વક.
E (૭) શ્રી વરસીતપ પારણાનું સ્તવન | બાબાજી વિનતિ અવધારો, મંદિરીએ પાઉં વારો. બાબાજી0 શ્રી રિખવ વરસોપવાસી, પૂરવની પ્રીત પ્રકાશી, શ્રેયાંસ બોલે શાબાશી..
બાબાજી) ૧ શેલડી રસ સુજતો વહોરો, ન કરાવો હોરો, દરિસણ ફલ આપો દોરો..
બાબાજી૦ ૨ પ્રભુએ તવ માંડી પસલી, આહાર લેવાની ગતિ અસલી, પ્રગટી નવ દુર્ગતિ વસલી..
બાબાજી૦ ૩ અાવાલી ત્રીજવૈશાખી, પંચ દિવ્ય થયાં સુર સાખી; એ તો દાન તણી ગતિ દાખી..
| બાબાજી) ૪ એમ યુગાદિ પર્વ જાણો, અખાત્રીજ નામે વખાણો; સહુ કોઈ કરે ગલમાણો...
બાબાજી ૫ સહસ્ત્ર વર્ષે કેવળ પાયો, એક લાખ પૂરવ અર આયો, પછી પરમ મહોદય પાયો..
બાબાજી૦ ૬ એમ વદે ઉદય ઉવન્ઝાયા, પૂજો જી તમે રિખવના પાયા, જેણે આદિ ધર્મ ઉપાયા..
બાબાજી) ૭ ક (૮) શ્રી ઋષભજીનું (બાલુડો) સ્તવન |
(રાગ-જનનીની જોડ સખી નહિ જડે રે લોલ) માતા મરૂદેવી મન ચિંતવે રે લોલ, કરી કરી તે ઉંડો આલોચ રે, શોચ ભરી રોવંતી માવડી રે લોલ, નવી જાણો ઋષભ મુજ શોચ રે. એવો નીસ્નેહ મારો બાલુડો રે લોલ, બાલુડા તું કર મારી સાર રે, એવો નીસ્નેહ વાલા શું થયો રે લોલ. ૧
८८