________________
અર્હદ-ગુણ-વારિધિ-નરેન્દ્ર-નૌકા
ગણધર પદવી પામ્યા જામ, દ્વાદશાંગી ગુંથી અભિરામ, વિચરે મહાલયમાં ગુણધામ અનુક્રમે આવ્યા રે, શ્રી સિદ્ધાચલ ઠામ, મુનિવર કોડી રે પંચ તણે પરિણામ, અણસણ કીધા રે નિજ આતમને ઉદ્દામ. વીર. ૩.
ચૈત્રી પુનમ દિવસે એહ, પામ્યા કેવલજ્ઞાન અછેહ, શિવસુખ વરીયા અમર અદેહ, પૂર્ણાનંદી રે અગુરુલઘુ અવગાહ, અજ અવિનાશી રે, નિજપદ ભોગી અબાહ, નિજ ગુણ ધરતા રે, પર પુદ્ગલ નહિ ચાહ. વીર. ૪.
તેણે પ્રગટ્યું પુંડરીકગિરી નામ, સાંભળ સોહમ દેવલોક સ્વામ; એહનો મહિમા અતિહિ ઉદ્દામ, તેણે દિન કીજે રે, તપ જપ પૂજા ને દાન, વ્રત વળી પોસહ રે, જે કરે, અનિદાન, ફળ તસ પામે રે, પંચ કોડીગણું માન. વીર. ૫.
ભગતે ભવ્ય જીવ જે હોય, પંચમે ભવ મુક્તિ લહે સોય; તેહમાં બાધક છે નહિ કોઈ, વ્યવહાર કેરી રે, મધ્યમ ફલની એ વાત, ઉત્કૃષ્ટા યોગે રે, અંતરમુહૂર્ત વિખ્યાત, શિવસુખ સાધે રે; નિજ આતમ અવદાત. વીર. ૬
ચૈત્રી પુનમ મહિમા દેખ, પૂજા પંચપ્રકારી વિશેષ, તેહમાં નહીં ઉણીમ કાંઈ રેખ; એણીપ ભાખી રે, જિનવર ઉત્તમ વાણ, સાંભળી બુઝ્યા રે, કેઈક ભવિક સુજાણ, એણીપરે ગાયો રે, પદ્મવિજય સુપ્રમાણ. વીર. ૭.
પુર્વ (૫)
સુખના હો સિંધુ રે સખી મારે ઉલટ્યા રે, દુઃખના તે દરિયા નાઠા જાય દૂર, પુણ્યતણાં અંકુરા હોજી મારે પ્રગટીયાં રે, મેં તો ભેટ્યો શત્રુંજય ગિરિરાજ. સુખ. ૧.
પુરવ નવાણું વાર સમોસર્યાં રે; ધન્ય ધન્ય રાયણ કેરો રૂખ, પ્રેમે પૂજો રે પગલા પ્રભુજી તણાં રે, ભવોભવ કેરા નાઠા જાય દુઃખ. સુખ. ૨.
નયણે નીરખ્યો રે નાભિ નહિંદનો રે, નંદ તે કરૂણારસનો
८५