SearchBrowseAboutContactDonate
Page Preview
Page 115
Loading...
Download File
Download File
Page Text
________________ અર્હદ-ગુણ-વારિધિ-નરેન્દ્ર-નૌકા જુગલાધર્મ નિવારણ ઈણ ગિરિ આવીયા, રિષભ જિણંદજી પૂરવ નવાણું વાર જો; કાંકરે કાંકરે સાધુ અનંતા સિદ્ધિયા; માટે નિશદિન સિદ્ધાચળ મન ધાર જો. વિમલાચલ. ૪ ગિરિ પાગે ચઢતાં તનમન ઉલ્લસે, ભવસંચિત સવિ દુષ્કૃત દૂર પલાય જો; સુરજકુંડમાં નાહી નિરમળ થાઈયે, જિનવર સેવી આતમ પાવન થાય જો. વિમલાચલ. પ જાત્રા નવાણું કરીએ તન મન લગનથી, ધરીએ શીળસમતા વળી વ્રત પચ્ચક્ખાણ જો; ધ્યાયે ગુણણું દાન સુપાત્રે દીજીયે, દ્વેષ તજી ધરો શત્રુ મિત્ર સમાન જો. વિમલાચલ, ૬ એગિરિ ભેટે ભવ ત્રીજે શિવસુખ લહે, પાંચમે ભવ તો ભવિયણ મુક્તિ વરાય જો; સૂરિ ધનેશ્વર શુભ ધ્યાને ઈમ ભાખીયું, પાપી અભવિથી એ ગિરિ નવી ફરસાય જો. વિમલાચલ. ૭ મૂલનાયક શ્રી આદિ જિણંદને ભેટીએ, રાયણ નીચે પ્રણમો પ્રભુના પાય જો; બાવન જિનાળાં ચૌમુખ બિંબને વંદીયે, સમેતશિખર અષ્ટાપદ રચના આય જો. વિમલાચલ. ૮ સકલ તીરથનો નાયક એ ગિરિરાજીઓ તારણ તીરથ ભવાદધિ માંહી પાત જો; સેવંતા એ ગિરિ બહુ રિદ્ધિ પામીયે, વરીયે શિવપદ કેવલ જોતાં જોત જો. વિમલાચલ. ૯ ૬ (૩) શેત્રુંજા ગઢના વાસી રે, મુજરો માનજો હૈ, સેવકની સુણી વાતો હૈ, દિલમાં ધારજો રે; ૮૪
SR No.032082
Book TitleNarendra Nauka
Original Sutra AuthorN/A
AuthorVidyutprabhashreeji
PublisherSuthari Jain Sangh
Publication Year1996
Total Pages642
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy