________________
સ્તુતિ સંગ્રહ
E (૫૦) શ્રી વીર જિન વિનંતી 5 વીર સુણો મોરી વિનતિ, કરજોડી હો કહું મનની વાત; બાળકની પરે વીનવું, મોરા હો ત્રિભુવન તાત.
વી૨૦. તુમ દરિશણ વિણ હું ભમ્યો, ભવમાંહી હો સ્વામિ સમુદ્ર મઝાર; દુઃખ અનંતા મેં સહ્યાં, તે કહેતાં કેમ આવે પાર.
વીર૦ ૨ પર ઉપકારી તું પ્રભુ, દુઃખ ભંજે હો જગ દીન દયાલ; તેણે તારે ચરણે આવીયો, સ્વામી મુજને હો નયણ નિહાલ.
વીર૦ ૩
અપરાધી પણ ઉધર્યા, તે કિધી હો કરૂણા મોરા સ્વામ; હું તો પરમ ભક્ત તાહરો, તેણે તારો હો નહિ ઢીલનું કામ.
વીર૦ ૪ શૂલ પાણી પ્રતિ બૂઝવ્યો, જેણે કીધો હો તુજને ઉપસર્ગ; ડંખ દીધો ચંડકોશીએ, તે દીધો હો તસુ આઠમો સર્ગ.
વીર૦ ૫ ગોશાલો ગુનહી ઘણો, જેણે બોલ્યા હો તોરા અવરણ વાદ; તેં બલતો તવ રાખીયો, શીત લેશ્યા હો મૂકી સુપ્રસાદ.
વીર૦ ૬ વચન ઉથાપ્યા તાહરા, જે ઝઘડ્યો હો તુમ સાથે જમાલ; તેહને પણ પન્નરે ભવે, શિવગામી હો કીધો તે કૃપાલ.
વર૦ ૭. અઈમુત્તો ઋષિ જે રમ્યો, જલમાહે હો બાંધી માટીની પાળ; તરતી મુકી કાચલી, તેં તાર્યો હતો તેહને તતકાલ.
વીર૦ ૮ એ કોણ છે ઈદ્રજાલીઓ, એમ કહેતો હો આવ્યો તુમ તીર; તે ગૌતમને તેં કર્યો, પોતાનો હો પ્રભુ પ્રથમ વજીર.
વીર૦ ૯
૭૯